જાતિ જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે “કોંગ્રેસ વોટ બોર્ડ” ખોલ્યું છે. – સંબિત પાત્રા
રાહુલ ગાંધી રામમંદિરની ચર્ચા ૨૦૧૯ સુધી મુલત્વી રાખવાની કપિલ સિબ્બલની વાતની સ્પષ્ટતા કરે
ખબરપત્રીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ થલતેજ સ્થિત ભાજપાના મિડીયા સેંટર ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ગઇકાલે દેશની સર્વોચ્ચ અદાલતમાં શ્રી રામ જન્મભૂમી કેસની સુનાવણીમાં કોંગ્રેસના નેતા અને સુન્ની વકફ બોર્ડના વકીલ શ્રી કપિલ સિબ્બલે સર્વોચ્ચ અદાલત સામે દલીલ કરતાં કહ્યું હતું કે, આગામી લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીઓ સુધી આ કેસની સુનાવણી ટાળવી જોઇએ, તે સંદર્ભે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહે કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછયો હતો કે, કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમી કેસની ત્વરીત સુનાવણી માટે સહમત છે કે નહીં? અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ સુન્ની વકફ બોર્ડ તરફથી કેસ લડી રહ્યાં છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી? તેનો ખુલાસો દેશની જનતા સમક્ષ કરે, પરંતુ હજુ સુધી કોઇ પણ જવાબ તેમના તરફથી આવ્યો નથી, પરંતુ દેશની જનતાને તેનો જવાબ બીજી રીતે મલી ગયો છે, આજે મીડીયાના માધ્યમથી હાજી મહેબુબ કે જેઓ બાબરી મસ્જિદ એકશન કમિટીના કો-ઓર્ડિનેટર છે, અને જે આ કેસમાં એક પક્ષકાર તરીકે જોડાયેલા છે, તેમજ તેઓ સેંટ્રલ સુન્ની વકફ બોર્ડના સદસ્ય પણ છે, તેમણે તેમના ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડની એવી કોઇ જ ઇચ્છા નથી કે, આ કેસની સુનાવણીને ટાળવામાં આવે. તેમણે કહ્યું કે, અમે રાજકીય પાર્ટી નથી, કે જેની અસર ચૂંટણીઓ ઉપર થાય. ત્રણ દિવસ પહેલાં કપિલ સિબ્બલ સાથે આ સંદર્ભે મુલાકાત થઇ હતી, તેમાં આ કેસની સુનાવણી ૨૦૧૯ સુધી રોકવાની બાબતે કોઇ જ વાત થઇ ન હતી.
શ્રી પાત્રાએ વધુમાં જણાવ્યું કે, સુન્ની વકફ બોર્ડ વતી જે નિવેદનો મીડિયાના માધ્યમથી બહાર આવ્યા છે, તેમાં દેશની જનતાને સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે, આ બધા જ કોંગ્રેસના રાજકીય કાવાદાવા છે. સંબીત પાત્રાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ સંદર્ભે કોંગ્રેસના રાહુલ ગાંધી સાંજે ૫ઃ૩૦ સુધીમાં પોતાનો જવાબ જનતાને આપે.
પાત્રાએ કોંગ્રેસની તુષ્ટીકરણની રાજનીતિ પર તીખો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ નિર્ણય સુન્ની વકફ બોર્ડનો નહીં, પરંતુ કોંગ્રેસ વોટ બોર્ડનો હતો. કોંગ્રેસે દેશના વિવિધ સમાજો વચ્ચે વિગ્રહ થાય તે માટે આવું એક વોટ બોર્ડ ખોલી રાખ્યું છે.
શાયરાના મિજાજ સાથે પાત્રાએ આ ઘટનાને રજૂ કરતાં જણાવ્યું કે,
બદલતે હુએ મોસમ કા બદલતા હુઆ પરવાના હું મે,
ગુજરાત મે જનેઉ ધારી હિન્દુ ઔર
યુ.પી., બિહાર મે મૌલાના હું મેે.