હાલમાં જ સૈફુદ્દીન સોજે એક સ્ટેટમેન્ટ આપ્યુ હતુ અને તે સ્ટેટમેન્ટ બાદ રાજકારણ ગરમાયુ છે. તેના ઉપર સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે આખી દુનિયામાં બે પાકિસ્તાન છે. એક ભારતની બહાર છે અને બીજુ કોંગ્રેસની અંદર છે. પહેલા લશ્કર-એ-તોયબાને કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે સમર્થન આપ્યુ હતુ અને હવે સૈફુદ્દીન સોજે ફરી પાકિસ્તાનને પોતાનુ સમર્થન આપ્યુ છે. એક પાકિસ્તાન તો ભારતની અંદર કોંગ્રેસમાં જ રહેલુ છે.
બીજેપી સિવાય શિવસેનાએ પણ સૈફુદ્દીનના આ સ્ટેટમેન્ટ પર પ્રહાર કર્યો છે. શિવસેના તરફથી મનિષા કયાંદેએ કહ્યુ કે આ બાબત પર રાહુલ ગાંધી એ ટિપ્પણી કરવી જોઇએ. એક ભારતીય થઇને પાકિસ્તાનને સપોર્ટ કરવો યોગ્ય નથી. જો સૌજને મુશર્રફ અને પાકિસ્તાનથી આટલો જ લગાવ છે તો તેમણે પાકિસ્તાન જઇને મુશર્રફનો નોકર બની જવું જોઇએ.
સૈફુદ્દીને કહ્યુ હતુ કે કશ્મીરને ભારતમાં જોડાવુ નથી, તેને પાકિસ્તાનમાં પણ જોડાવુ નથી. કશ્મીરને સ્વતંત્ર જ રહેવુ છે. તે સિવાય મુશર્રફના સ્ટેટમેન્ટ પર તેમણે સમર્થન આપ્યુ હતુ.