દિપીકા પાદુકોણ અને રણવીર સિંઘ વચ્ચે ઇલુ ઇલુ થઇ રહ્યુ હોવાની ચર્ચા ઘણા સમયથી આવી રહી હતી. થોડા સમય પહેલા અફવા હકીકતમાં બદલાઇ ગઇ હતી. રણવીર સિંઘ જ્યારે બોલિવુડમાં આવ્યો ત્યારે તેનુ ફોકસ ફક્ત કરિયર પર જ હતું. બાદમાં દિપીકા સાથે તેના સંબંધ બંધાયા હતા.
એવી અફવાઓએ પણ જોર પકડ્યુ છે કે, નવેમ્બર 2018માં આ કપલ લગ્નના બંધને બંધાઇ જવાનું છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જેમ આ કપલ પણ નાનકડા ફંક્શન સાથે ઇટલી કે બેંગ્લોરમાં લગ્ન કરી શકે છે. હાલમાં દિપીકા કોઇ પ્રોજેક્ટ સાઇન નથી કરી રહી, કદાચ તેના લગ્ન માટે તે તારીખો ફ્રી રાખવા માંગે છે. રણવીર પણ હાલમાં ગુલ્લી બોયનું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યો છે.
હાલમાં જ રણવીર સિંધે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ચેસ્ટ બતાવતો હોય તેવો ફોટો મુક્યો છે. તે તસવીર પર દિપીકાએ માઇન લખ્યુ છે સાથે જ હાર્ટના ઇમોટીકોન્સ પણ મુક્યા છે. દિપીકાની આ કમેન્ટ પર ઘણા લોકોએ તેવુ લખ્યુ છે કે, હા રણવીર ફ્કત દિપીકાનો જ છે. હવે આ જોઇને તો એવુ લાગી જ રહ્યું છે કે રણવીર દિપકા જલ્દી જ પરણી જશે.