જમ્મુ-કશ્મીરનો વિવાદ ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે. પાકિસ્તાનને કશ્મીર જોઇએ છે અને ભારત તેને કદાપિ કશ્મીર પર રાજ કરવા નહી દે. કશ્મીર વિવાદ પર કોંગ્રેસી નેતા સૈફુદ્દીન સોજે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના બયાનનુ સમર્થન કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યું હતુ કે તે કશ્મીરની આઝાદી ઇચ્છે છે. આજતક આ મુદ્દે સોજ સાથે ઇન્ટરવ્યૂ કરવા ગયુ ત્યારે તે ઇન્ટરવ્યૂ છોડીને ભાગી ગયા હતા.
સોજે જણાવ્યુ હતુ કે, કશ્મીરમાં શાંતિ જોઇએ છે તો દરેક સાથે વાત કરવી પડશે. કશ્મીર એક સળગતો મુદ્દો છે. પાકિસ્તાન અને ભારત બંનેને કશ્મીર જોઇએ છે. તેના માટે ઘણા યુદ્ધ પણ થઇ ચૂક્યા છે. તેવામાં કોંગ્રેસના નેતાના આવા સ્ટેટમેન્ટથી રાજકારણ ગરમાયુ છે. સૈફુદ્દીને તે પણ કહ્યુ હતુ કે કશ્મીર ના પાકિસ્તાનમાં ભળવા માંગે છે ના તો ભારતમાં આવવા માંગે છે. તે બસ પોતાની રીતે સ્વતંત્ર રહેવા માંગે છે. આ મુશ્કેલ છે કે કાશ્મીરને આવી રીતની આઝાદી મળે.
વધારે સવાલ જવાબ કરતા કોંગ્રેસી નેતા ઇન્ટરવ્યૂ છોડીને જતાં રહ્યાં હતા. હવે આવી રીતના વર્તનનો શો અર્થ કાઢવો જોઇએ? ભારતીય જનતા પાર્ટી આ બાબતને પણ મુદ્દો બનાવી શકે છે.