આ એક્ટરની નજરમાં બોલિવુડમાં ફક્ત ચાર જીનીયસ- રણબીર તેમાંનો એક

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રણબીર કપૂરે સંજુ માટે પોતાની જાતને એવી રીતે સંજય દત્તના કેરેક્ટરમાં ઢાળી દીધી છે કે, દરેક લોકોને તેનામાં સંજય દત્તની ઝલક જ દેખાય છે. રણબીરની ચાલઢાલ અને વાત કરવાની રીત પણ સંજય દત્ત જેવી થઇ ગઇ છે. ફક્ત આ જ ફિલ્મમાં નહી પરંતુ દરેક ફિલ્મમાં તેની કલાકારી બધાને પસંદ પડી છે. રણબીર વિષે એક્ટર અને ગીતકાર પિયુષ મિશ્રાએ ખૂબ મોટી વાત કહી છે.

૬ વર્ષ પહેલા લેવાયેલા એક ઇન્ટરવ્યૂમાં પિયુષ મિશ્રાએ રણબીર કપૂરને બોલિવુડનો જીનીયસ ગણાવ્યો હતો. પિયુષ મિશ્રાની નજરમાં બોલિવુડમાં ફક્ત ચાર જીનીયસ છે. તેમાંનો એક રણબીર કપૂર છે. તેમણે રણબીર વિષે કહ્યુ હતુ કે રણબીર કપૂર પોતાની જાતને ખર્ચ જ નથી કરતો તેમ છતા આટલી સરસ ફિલ્મો કેવી રીતે કરી શકે છે.

પિયુષ મિશ્રાએ તે પણ કહ્યુ હતુ કે તે અમિતાભ બચ્ચન, ઓમ પુરી, દિપક ડોબરીયાલ અને રણબીર કપૂરને તે બેહતરીન કલાકાર માને છે. રણબીર કપૂરની પ્રસંશા પરેશ રાવલ પણ કરી ચૂક્યા છે. ફિલ્મ સંજૂમાં પરેશ રાવલે સુનિલ દત્તનો રોલ કર્યો છે.

Share This Article