ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પિસ્તોલ રાખવા માટે લાઇસન્સની માંગણી કરી છે. સાક્ષીએ કહ્યું છે કે, તે ઘરમાં એકલી જ હોય છે. તેને આ એકલતાથી ડર લાગે છે, ગમે ત્યારે કોઇ તેના પર હુમલો કરશે તેવી તેને બીક છે. એટલા માટે સાક્ષી ધોનીએ લાઇલન્સ માટે અપ્લાય કર્યુ છે.
સાક્ષીએ પિસ્તોલ અથવા ૦.૩ રિવોલ્વર માટે મેજીસ્ટ્રેટ કાર્યાલયમાં અપ્લાય કર્યુ છે. આ આવેદનને અલ્ગોડા મોકલવામાં આવ્યું છે. ત્યારબાદ પોલીસે સાક્ષીના ક્રિમીનલ રેકોર્ડ ચેક કર્યા અને જોયુ કે તેના નામ પર કોઇ ગુનો નોંધવામાં નથી આવ્યો. ત્યારે તે ફાઇલને ડીસીપીની ઓફિસ મોકલી આપી છે.
મહેન્દ્ર સિંહ ધોનીનુ ઘર રાતૂના દલદલી સ્થિત એક ફાર્મહાઉસમાં છે. જે ઘણા એકરમાં ફેલાયેલુ છે. ધોનીનું આ ઘર શહેરથી થોડુ દૂર છે. તેના ઘરે અત્યાધુનિક હથિયારો સાથે ૭ ગાર્ડ તૈનાત રહે છે. તે છતાં સાક્ષીને પોતાની સેફ્ટી માટે પિસ્તોલ જોઇએ છે. જેના માટે તે માંગ કરી ચૂકી છે.
હવે સાક્ષીને પિસ્તાલનું લાઇસન્સ મળે છે કે કેમ તે જોવું રહેશે.