વર્ષ 1975માં અલ્હાબાદ હાઈકોટ અને તે પછી સુપ્રીમ કોર્ટે ઈન્દિરા ગાંધીની લોકસભાની બેઠક પર થયેલી ચૂંટણીને રદબાતલ કરી હતી તેને પગલે 25મી જૂનના રોજ તેઓએ આખા દેશમાં કટોકટી લાદી હતી અને સરકારી કર્મીઓ અને નાગરિકો સુધ્ધાંએ એ કટોકટી હેઠળ અનુસાશનમાં આવવું પડેલું આ કટોકટી સતત 21 મહિના સુધી ચાલી હતી. ત્યારબાદ દેશમાં એકમાત્ર ભાજપ દ્વારા જ 25મી જૂનને કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે. બીજા વિપક્ષ આવો કોઈ દિવસ મનાવતા નથી. કટોકટી વખતે ટોચના એ સમયના ભાજપના નેતાઓને ઈન્દિરા ગાંધીએ જેલભેગા કરી દીધા હતા. જયારે બીજી તરફ એ કટોકટીની વિપરીત અસર મુજબ ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ ધરાર નસબંધીનો કાર્યક્રમ કરાવી દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. આવનારી 25 મી જૂને પણ ભાજપ દ્વારા એ દિવસને લોકશાહીની હત્યા તરીકે કાળો દિવસ મનાવવામાં આવશે.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more