થોડા દિવસો પહેલા આતંકવાદી દ્વારા એક જવાનને કિડનેપ કરી લેવાની ઘટના બની હતી. બાદમાં તે જવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તે શહિદ જવાનના ઘરે ભારતના રક્ષામંત્રી સીતારમણ પહોંચ્યા હતા. જમ્મુ-કશ્મીર જઇને સીતારમણે ઔરંગઝાબના પરિવારજનોની મુલાકાત લીધી હતી. નિર્મલા સીતારમણે લાંબા સમય સુધી ઔરંગઝેબના પિતા સાથે વાત કરી હતી.
આ પહેલા સેના પ્રમુખ બિપીન રાવતે પણ ઔરંગઝાબના ઘરની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઇએ કે, જમ્મુ-કશ્મીરમાં સીઝફાયર ખતમ થવાના એક દિવસ પહેલા આતંકીઓએ ઔરંગઝેબને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભારતનો જવાન શહીદ થયો હતો.
દક્ષિણ કશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કિડનેપ કર્યા બાદ રાઇફલમેન ઔરંગઝેબને પૂંછ જિલ્લાના સલાની ગામમાં ભારતીય સમર્થક અને પાકિસ્તાન વિરોધી નારા વચ્ચે રવિવારે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો હતો. ગમગીન માહોલ વચ્ચે પણ ઔરંગઝેબના પરિવારમાં દેશભક્તિનો માહોલ બન્યો હતો. 14 જૂનની સવારે ઔરંગઝેબ ઇદ મનાવવા માટે પોતાના ગામમાં જઇ રહ્યાં હતા. આ વખતે પુલવામાં આતંકીઓએ તેમનું અપહરણ કરી લીધું હતું.
બાદમાં તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટનું જો માનીએ તો તેમને માથા અને ગરદન પર ગોળી મારવામાં આવી હતી. સીતારમણે ઔરંગઝેબના પરિવારને સાંત્વના આવી હતી.