હેલ્ધી રીલેશનશીપ ટિપ્સ -૧

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક કહેવત છે કે દરેક અતિનો અંત છે. રીલેશનશીપમાં પણ એવુ જ છે. કોઈ પણ સંબંધમાં ૨૪ અતિ થાય ત્યારે તે તૂટવાનાં ચાન્સિસ વધારે રહે છે.  હેલ્ધી રીલેશનશીપનો આધાર વિશ્વાસ અને કમ્યૂનિકેશન પર હોય છે. રીલેશનશીપમાં જો તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખો તો રીલેશનશીપ વધુ મજબૂત બને છે અને બીજુ કે જો કોઈ વાત મનમાં ખટકતી હોય તો મનમાં ન રાખતા તે તમારા પાર્ટનર સાથે નોર્મલ રીતે શેર કરવી જોઈએ. જેથી સામેની વ્યક્તિને પણ ખબર પડે.

  • રીલેશનશીપમાં બંને પાર્ટનરની રીસપેક્ટનું એક સરખુ મહત્વ હોવુ જોઈએ. એકબીજાની મરજી, ઈચ્છા અને ખુશીનું પણ મહત્વ હોવુ જોઈએ. તમારી ઈચ્છાઓની સાથે તેની ઈચ્છાઓનું પણ ધ્યાન રાખવુ જોઈએ. ઘણી એવી સિચ્યુએશન આવશે જેમાં તમારી મરજી નહીં હોય, પરંતુ પાર્ટનરની ખુશી માટે તમારે એ કરવુ પડશે.
  • રીલેશનશીપમાં ઘણીવાર સમાધાન પણ કરવુ પડતુ હોય છે. ઘણીવાર બંને પક્ષે પોતાની થોડી થોડી ઈચ્છાઓ અનિચ્છાઓ જોઈને વચ્ચેનો રસ્તો કાઢવો પડતો હોય છે. યાદ રાખો પ્રેમમાં ક્યારેય સામેના પાત્રને લાગણીવશ કરીને તમારી જીદ પૂરી કરાવવાની કોશિશ ન કરો.
  • રીલેશનશીપમાં હંમેશા તમારા પાર્ટનરને તેના કામ, શોખ અને પેશન માટે સપોર્ટ કરો. તેને મોટીવેશન પુરુ પાડો. તેને તેના કરિયર અને લાઈફમાં આગળ વધવા માટે એનકરેજ કરતા રહો.
  • રીલેશનશીપમાં સૌથી મહત્વની વસ્તુ સ્પેસ છે. પ્રેમમાં તમને તમારી વ્યક્તિ સાથે ૨૪ કલાક વિંટળાઈ રહેવાનું મન થાય પણ એ પ્રેક્ટિકલ નથી. તેને ઘણી વાર એવુ પણ મન થાય કે વિધઆઉટ પાર્ટનર હું ક્યાંય બહાર ફરવા જાઉ અથવા તો અન્ય મિત્રોને પણ મળવા જાઉ..વગેરે વગેરે..
  • રીલેશનશીપમાં એક બાઉન્ડ્રી હોવી અનિવાર્ય છે. જેમાં તમે તમારા પાર્ટનર સાથે તમારા ઈમેલ પાસવર્ડ, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ શેર ન કરો અને એકબીજાની પોસ્ટને લાઈક કરવાની ફરજ ન પાડો…તેમની મરજીથી કરે તો કરવા દો. તમારા પાર્ટનરને તમામ વસ્તુ તમને કહીને જ કરે તેવો હઠાગ્રહ ન રાખો

પ્રકૃતિ ઠાકર

xc e1528437436524

TAGGED:
Share This Article