જીએસટીએ અર્થવ્યવસ્થાનું નિયમન કર્યું છે, જેના પરિણામ સ્વરૂપ મળનારી સૂચનાથી ન માત્ર અપ્રત્યક્ષ કરના સંગ્રહમાં વૃદ્ધિ થશે પરંતુ પ્રત્યક્ષ કરોના સંગ્રહમાં પણ વૃદ્ધિ થશે તેમ નાણા મંત્રાલયે જણાવ્યું હતુ. પહેલા કેન્દ્ર સરકારની પાસે નાના ઉત્પાદન કર્તાઓ અને વપરાશ વિશે ખૂબ જ ઓછી સૂચના હતી, કારણ કે ઉત્પાદન કર માત્ર મેન્યુફેક્ચરિંગના તબક્કે જ લાગતો હતો, જ્યારે રાજ્યોની પાસે સ્થાનીય વેપારીયોના રાજ્યથી બહાર કામકાજ વિશે ખૂબ જ ઓથી જાણકારી હતી. જીએસટી અંતર્ગત એક જ પ્રકારના આંકડા કેન્દ્ર અને રાજ્યોને કોઇપણ અવરોધ વગર પ્રાપ્ત થશે, જેથી પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ કરના સંગ્રહ વધુ પ્રભાવી બનશે.
કરદાતાઓની સંખ્યામાં વૃદ્ધિના પ્રારંભિક સંકેત મળી રહ્યા છે તે પ્રમાણે જૂન-જુલાઇ ૨૦૧૭ દરમિયાન ૬.૬ લાખ નવા એજંટોએ જીએસટી રજીસ્ટ્રેશન માટે અરજી કરી હતી, આ લોકો પહેલા કર માળખાની બહાર હતી. આ સંખ્યામાં સતત વૃદ્ધિની આશા છે કે કારણ કે અર્થવ્યવસ્થાના નિયમનથી થનારા ફાયદા વધી રહ્યાં છે. વસ્ત્ર ઉદ્યોગની પૂરી શ્રેણી હવે જીએસટી હેઠળ છે. આ ઉપરાંત જમીન અને બિલ્ડિંગ ક્ષેત્રમાં લેણ-દેણનો એક ભાગ કોન્ટ્રાક આપવો તે પણ કર માળખાની અંદર આવી ગયો છે, જે એ ભવનો સાથે સંદર્ભ ધરાવે છે જેનું નિરામણ કરવામાં આવી રહ્યું છે.
૧ જુલાઇ ૨૦૧૭ના રોજ જીએસટી લાગૂ થયા બાદ તેને સરળ બનાવવા માટે ઘણી પ્રક્રિયાગત બદલાવ કરવામાં આવ્યાં છે. કર દાતાઓના શિક્ષણ અને સુવિધાઓ માટે એક સઘન અભિયાન ચલાવવામાં આવ્યું હતુ, જેમાં અન્ય ચીજો ઉપરાંત નોલેજ શેરીંગ, સૂચનાનો પ્રસાર અને પસંદિત પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કર દાતાઓની સુવિધાઓ માટે અને ગ્રાહકો માટે લાભ તેને ગાલૂ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના પગલા લેવામાં આવી રહ્યાં છે.