શિવસેનાએ ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. જમ્મુ-કશ્મીરને લઇને સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રક્ષામંત્રી સીતારમણને દેશના સૌથી નબળા મંત્રી કહ્યાં છે.
સામનામાં તેમ પણ કહેવામાં આવ્યુ છે કે, શિવસેનાને ભારતીય આર્મી પર ખૂબ ભરોસો છે, પરંતુ તેનું નેતૃત્વ નબળા હાથમાં છે. જેનાથી દેશનું મોટુ નુકશાન થઇ શકે છે.
શિવસેનાએ કહ્યું છે કે આર્મી નેવી અને એરફોર્સ ત્રણેય ખૂબ શક્તિશાળી છે. જ્યાં સુધી તેની કમાન મજબૂત હાથમાં નહી આવે ત્યાં સુધી કોઇ ફાયદો નહી થાય.
ઉલ્લેખનિય છે કે શિવસેનાએ અમિત શાહ સાથેની મિટીંગ બાદ ભાજપમાં ના જોડાવવા અને સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બાદમાં જ્યારે ભાજપની કોઇ પણ વાત હોય તેને આડેહાથ લઇ લેતા શિવસેનાએ પાછુ વળીને જોયુ નથી. ફરી એક વાર શિવસેનાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતુ કે, સીતારમણ દેશના સૌથી નબળા રક્ષામંત્રી છે.
જમ્મુ-કશ્મીરમાં થઇ રહેલા હુમલાને જોતા અવુ લાગી રહ્યું છે કે દેશના રક્ષામંત્રી જાણે ઉંઘી રહ્યાં છે. આમ શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યુ છે.