ભારત સરકારે ૧૭ મે, ૨૦૧૮માં નિર્ણય લીધો હતો કે પમઝાનના પવિત્ર મહિનામાં સુરક્ષા દળો દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં આક્રમક કાર્યવાહી કરવામાં આવશે નહિં. આ નિર્ણય જમ્મૂ-કાશ્મીરની શાંતિપ્રિય જનતાના હિતમાં કરવામાં આવ્યો હતો, જેથી તેઓ રમઝાન એક અનુકબળ વાતાવરણમાં ઉજવી શકે.
કેન્દ્ર સરકાર સુરક્ષા દળોની ભૂમિકાની પ્રશંસા કરે છે જેઓએ આતંકવાદીયોની હિંસક કાર્યવાહી ચાલુ રહેલી હોવા છતાં આ નિર્ણયને પૂરી તત્પરતાથી લાગૂ કર્યો.
સુરક્ષા દળોને આદેશ આપવામાં આવી રહ્યો છે કે તેઓ પૂર્વરત એવા તમામ આવશ્યક કાર્યવાહી કરે જેથી આતંકવાદીયોના હમલા કરવા તથા હિંસક કિસ્સાઓને અંજામ કરતા રોકી શકાય અને લોકોની જાન-માલની રક્ષા કરી શકાય. ભારત સરકારના પ્રયત્નો ચાલુ છે કે જમ્મૂ-કાશ્મીરમાં આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણ બની શકે .