કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠના ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદે રૂ. ૮૭,૦૩,૫૬૮૭ બેંક ઓફ બરોડાની માણસા શાખાને બેંક ખાતા સાથે જોડીને માણસા નગરપાલિકા (જિલ્લો ગાંધીનગર) પાસેથી ઈપીએફની ચૂકવણી કરવામાં વિલંબ માટે દંડના રૂપમાં વસૂલ કર્યા છે. તેમણે માણસા નગરપાલિકાને જણાવ્યું હતું કે તેઓએ ઈપીએફ અને એમપી એક્ટ, ૧૯૫૨ની કલમ ૧૪ બી/૭બી અંતર્ગત કરાયેલી પૂછપરછ દરમિયાન ૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ના સમયગાળા માટે ઈપીઓફની બાકી રકમની ચૂકવણીના વિલંબ માટે માણસા નગરપાલિકાને ડિફોલ્ટર તરીકે જાહેર કરી છે.
ઈપીએફઓ(અમદાવાદ)એ એવી સંસ્થાઓ પર પકડ મજબૂત કરી છે કે જેઓ ઈપીએફની ચુકવણીમાં નિયત સમય મર્યાદામાં નથી કરી અને છેલ્લા બે મહિનામાં ૧૫૦થી વધુ સંસ્થાઓ વિરુદ્ધ નોટિસ રજૂ કરી છે તેમજ કુલ રૂ. ૭.૧૦ કરોડની રકમ વસૂલવામાં આવી છે. એમપી અધિનિયમ, ૧૯૫૨ની કલમ ૧૪બી/૭ ક્યુ અંતર્ગત ૩.૭૨ કરોડ રૂપિયા દંડ અને વ્યાજના રૂપમાં કર્મચારીની સામાજિક સુરક્ષા તરીકે ડિફોલ્ટિંગ સંસ્થાઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યા હતા.
પ્રાદેશિક પ્રોવિડન્ટ ફંડ કમિશનર (ગ્રેડ-ઇ) અજીતકુમારે કર્મચારી ભવિષ્ય નિધિ અને પ્રકીર્ણ જોગવાઈ અધિનિયમ, ૧૯૫૨ હેઠળ આવતી સંસ્થાઓને નોકરી દાતાઓને અપીલ કરી હતી કે તેઓ નિયત સમયની અંદર ઇપીએફની ચુકવણીની સાથે વિવિધ જોગવાઈઓનું પાલન કરે. તેમણે દરેક ડિફોલ્ટિંગ સંસ્થાઓ/ ડિફોલ્ટરોને સલાહ આપી કે પ્રોવિડન્ડ ફંડની બાકી રકમ, ડિપોઝીટ, નુકસાની સહિતની રકમ ઝડપથી જમા કરાવી દે, નહીં તો કલમ ૧૪ આઈ ૩/૭ કે અંતર્ગત તેમની સામે કર્મચારી ભવિષ્યનિધિ અધિનિયમની જોગવાઈ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.