જીહા, તમે બરાબરજ વાંચ્યું છે !! અમેરિકામાં ઉચ્ચ ડિગ્રી ધરાવતા ભારતીય નાગરિકોને ગ્રીન કાર્ડ માટે 150 વર્ષ સુધી રાહ જોવી પડશે !!
અમેરિકા માં રહેવા અને કામ કરવા માટે ગ્રીન કાર્ડ આપવામાં આવે છે, આ કાર્ડ મેળવવા માટે ઉચ્ચ અભ્યાસ કરી અને ડિગ્રી ધરાવતા ભારતીય નાગરિકોને 150 વર્ષ જેટલી રાહ જોવી પડી શકે છે તેવું ત્યાંનાં થિન્ક ટેન્કનો પ્રોજેકશન રિપોર્ટ કહે છે.આ પ્રોજેક્શન નો અંદાજ કેટો ઇન્સ્ટિટ્યૂટ જે વોશિંગટનમાં આવેલી છે તેના થિન્ક ટેન્ક દ્વારા આંકવામાં આવ્યો છે.
આ અંદાજ માટે US Citizenship and Immigration Services (USCIS) દ્વારા ગ્રીન કાર્ડ માટે આવેલી એપ્લિકેશન અને ટીનો વેઇટ ટાઈમ ઉપયોગ માં લેવાયો હતો. આ ગણતરી નો મુખ્ય આધાર 2017 ના ગ્રીન કાર્ડ ઇસ્યુ થયાની સાપેક્ષતા માં રાખવામાં આવ્યો હતો. તે મુજબ એપ્રિલ 20, 2018 સુધી કુલ 632,219 ભારતીય ઇમિગ્રન્ટ્સ દ્વારા તેઓના સ્પાઉસ અને માઇનોર બાળકો લીગલ પર્મેનૅન્ટ રેસીડેન્સી કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે અથવાતો વેઇટિંગ માં છે.
આ સર્વે મુજબ અત્યાર સુધી 69 % જેટલો બેકલોગ હજુ પણ ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યો છે અને તેઓને ઈ બી 2 કેતિજોરી હેઠળ કાર્ડ એલોકેટ કરવાના પણ બાકી છે. કેટો ઇન્સ્ટિટ્યૂટે એમ પણ જાહેર કર્યું હતું કે 2017 માં જેટલા કાર્ડ ઇસ્યુ થયા તે કુલ કાર્ડ ના ફક્ત 13% જ હતા, અને જો તેજ ગતિએ આ વર્ષે પણ કાર્ડ અપાય તો પણ 65 વર્ષ લાગશે તેઓનો નંબર લાગતા
હાવે જોવાનું એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ અને સ્કિલ વર્કર સ્ટ્રેટેજી કય ફેરફારો નજીકના ભવિષ્યમાં લાવે છે અને તેનો લાભ ભારતીય ઇમિગ્રેન્ટ્સને કેવીરીતે મળી શકે છે.