બોલિવુડ એક અલગ જ દુનિયા છે. એ દુનિયામાં જે જાય છે, તેને બોલિવુડનો એવો ચસ્કો ચડે છે કે ત્યાંથી પાછુ આવવાનુ નામ નથી લેતા. આજે ફાધર્સ ડે છે, ત્યારે એવી કેટલિક પિતા-પુત્રની જોડી છે, જેમણે રિયલ ટુ રિલ લાઇફ પિતા-પુત્રનું પાત્ર ભજવ્યું છે. તો કોણ છે તે પિતા પુત્રની જોડીઓ….
1 અમિતાભ – અભિષેક બચ્ચન
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પુત્ર અભિષેક બચ્ચન મોટા પરદે એક સાથે દેખાઇ ચૂક્યા છે. પા ફિલ્મમાં અમિતાભ બચ્ચન અભિષેકના પુત્ર બન્યા હતા. બોલિવુડમાં આવા રેર રોલ ઘણા ઓછા લોકોને મળ્યા છે. તે સિવાય કજરા રે ગીતમાં પિતા પુત્ર સાથે જોવા મળ્યા હતા.
2 રિષી કપૂર- રણબીર કપૂર
રિષી કપૂર અને રણબીર કપૂરની જોડી ક્યુટ લાગે છે. ફિલમ બેશરમમાં બંનેએ એક સાથે કામ કર્યુ હતુ. રણબીર જેટલો ક્યુટ અને મસ્તીખોર દેખાય છે, ફિલ્મમાં રિષી કપૂર પણ એટલા જ મસ્તીખોર દેખાય છે. બંને પિતા પુત્રની જોડી ખૂબ સુંદર દેખાય છે.
3 પૃથ્વીરાજ-રાજ-રણધીર કપૂર
કલ આજ ઔર કલ ફક્ત સક્સેસફૂલ ફિલ્મ જ નહોતી પરંતુ તેમાં ત્રણ પેઢીને એક સાથે બતાવવામાં આવી છે. પૃથ્વીરાજ કપૂર તેમના દિકરા રાજ કપૂર અને પૌત્ર રણધીર કપૂર. ત્રણેય પેઢી એક સાથે ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
4 ધર્મેન્દ્ર-સની-બોબી દેઓલ
ધર્મેન્દ્ર અને તેમના બંને દિકરા સની દેઓલ અને બોબી દેઓલ એક સાથે અપને નામની ફિલ્મમાં દેખાયા હતા. આ ફિલ્મ ખુબ હિટ રહી હતી. પિતા પુત્રની જોડીએ ધમાલ મચાવી હતી.
5 સુનિલ સંજય દત્ત
સુનિલ દત્ત અને સંજય દત્ત એક સાથે મુન્નાભાઇ સિરીઝમાં દેખાયા હતા. પોતાના પિતાની સામે રિલ લાઇફમાં પણ ભૂલ કબૂલવી તે મોટી વાત હોય છે. પિતાની સામે નર્વસ થઇ જનાર પુત્ર સંજય દત્તે સુપરહિટ ફિલ્મ આપી હતી.
6 રાજેન્દ્ર કુમાર- કુમાર ગૌરવ
રાજેન્દ્ર કુમાર એક એવા પિતા છે કે જેમણે પોતાના પુત્ર માટે ડેબ્યુ ફિલ્મ ડિઝાઇન કરી અને તે જ ફિલમમાં તેના પિતાનો રોલ પણ કર્યો, જીહાં, તે ફિલ્મ 1981માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ લવસ્ટોરી છે.
આવા બીજા ઘણા પિતા પુત્ર છે, જેમણે સાથે મોટા પરદે કામ કર્યુ છે. પિતા પુત્રનો સંબંધ જ કંઇક અલગ હોય છે. પુત્ર ખુલીને તેના પિતાને કંઇ કહી નથી શકતો તેમ છતાં પિતા તેના મનની વાત સમજી જાય છે. વેલ, હેપ્પી ફાધર્સ ડે..!!