ભાજપના સાંસદ ઉદિત રાજે કહ્યું છે કે, એસસી અને એસટીના કાયદા માં ફેરફાર થયા બાદ દલિતો પરના અત્યાચાર વધી ગયા છે. લોકોમાં હવે કાનૂની ડર જ રહ્યો નથી. જલગાંવ અને મહેસાણામાં જે થયુ ત્યારબાદ તો એવુ જ લાગી રહ્યુ છે કે લોકોને સજાનો બિલકુલ ખૌફ રહ્યો નથી. જલગાંવ અને મહેસાણામાં ત્રણ દલિત લોકોને માર મારવામાં આવ્યો હતો.
દલિતોના હકમાં જ્યાં સુધી કાનૂન હતો, ત્યાં સુધી કોઇ તેમના પર અત્યાચાર નહોતું કરતુ. હવે જ્યારે એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે દલિતો પરના અત્યાચાર વધી ગયા છે.
ક્યારેક કંકોત્રીમાં નામ પાછળ સિંહ લગાવતા વિવાદ થાય છે, અને ક્યારેક ફેસબૂક પર નામ પાછળ સિંહ લગાવતા દલિતને માર મારવામાં આવે છે. કોઇક જગ્યાએ ગળામાં સોનાની ચેન અને પગમાં મોજડી પહેરવા બાબતે ઢોર માર મારવામાં આવે છે. તો કોઇક સ્થળે મૂછ રાખવાની બાબત સુવર્ણવર્ગને ખટકે છે. નાની નાની બાબતે દલિતોને ઢોર માર મારતા તે તમામ લોકોને કાનૂન પોતાના હોથમાં લેવાનો હક કઇ સરકારે આપ્યો છે. મોજડી પહેરવી કે મૂછ રાખવી તે પોતાના રસનો વિષય છે. તેના માટે કોઇની મંજૂરી લોવાનો સવાલ જ નથી આવતો.
ત્યારે અત્યારે સવાલ તે થાય છે કે, આવા કિસ્સાઓનો સિલસિલો ક્યારે બંધ થશે.