તાજેતરમાં વિજય રુપાણી વિષે એક ખબર આવી હતી કે, તે રાજીનામુ આપી દેવાના છે. આ અફવાએ જોર પકડ્યુ હતુ. વિજય રુપાણીને આ બાબત વિષે પૂછતાં તેમણે જણાવ્યુ હતુ કે, તે કોઇ રાજીનામુ નથી આપવાના. પાંચ વર્ષ સુધી તે જ ગુજરાતના મુખ્યમંત્રી હશે. વિપક્ષનું કામ હંમેશા સરકારને નીચુ બતાવવાનું જ હોય છે. તેવામાં હાર્દિક પટેલે નિવેદન આપ્યુ હતું કે, રુપાણી રાજીનામુ આપી ચૂક્યા છે. હવે નવા મુખ્યમંત્રીની નિમણુક થશે.
ગાંધીનગરમાં થયેલી પત્રકારો સાથેની વાતચીતમાં વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, તે રાજીનામુ નથી આપી રહ્યાં. આ માત્ર એક અફવા જ છે. વિપક્ષી દળોએ આ અફવા ફેલાવી છે. રાજ્યના વિકાસની વાત તો દૂર રહી, પરંતુ તે આવી અફવા ફેલાવીને સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરતાં રહે છે.
ઉપમુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે, વિજય રુપાણી જ ગુજરાતના મુખ્યમંત્રી છે અને પાંચ વર્ષ સુધી તે જ મુખ્યમંત્રી રહેશે. આ ફક્ત લાઇમલાઇટમાં આવવા માટે જ વિપક્ષની એક ચાલ છે.
હાર્દિક પટેલે જ આ વાત જણાવી હતી કે, મુખ્યમંત્રી રુપાણી કેબિનેટની બેઠકમાં રાજીનામુ આપી ચૂક્યા છે. જ્યારે વિજય ભાઇ રુપાણીને આ વાત પૂછવામાં આવી તો તેમણે આ વાત માનવાથી ઇન્કાર કરી દીધો હતો.