તાજેતરમાં AIADMKના 18 ધારાસભ્યને અયોગ્ય ઠેરવવાને પડકારતી અરજી પર મદ્રાસ હાઇકોર્ટ કોઇ નિર્ણય પર પહોંચી શક્યું નથી. આ મુદ્દે બંન્ને જજોના મત અલગ હતા. મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ઇન્દિરા બેનર્જીએ ધારાસભ્યોની અયોગ્યતા યથાવત્ રાખી છે જ્યારે જસ્ટીસ એમ સુંદરે તેને રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.
હાલ આ મામલાને ત્રણ જજોની બેચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી તમિલનાડુમાં કોઇ પેટાચૂંટણી યોજવામાં આવશે નહી. આ દરેક ધારાસભ્યોને અન્નાદ્રમુકના બાગી નેતા ટીટીવી દિનાકરણ સાથે વફાદારી નિભાવવા પર અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતાં.
આ નિર્ણયની અસર મુખ્યમંત્રી પલાનીસ્વામીના નેતૃત્વની અન્નાદ્રમુક સરકારની સ્થિરતા પર પણ પડી શકે છે. જો કોર્ટ સ્પીકરના નિર્ણયને ખોટો ઠેરવે તો વિધાનસભામાં હાલની સરકારને બહુમતી સાબિત કરવી પડત. તેવામાં પલાનીસ્વામીને ધારાસભ્યોની પર્યાપ્ત સંખ્યા કરવામાં મુશ્કેલી આવી શકે છે.