માલના વહન માટે ઇ-વે બીલ અમલી બનાવવાને પગલે ભારતીય વેપારીઓએ જીએસટી બચાવવા માટે નવો વિશિષ્ટ માર્ગ અપનાવ્યો છે. વેપારીઓએ હવે હોર્સ કાર્ટ કે મેન્યુઅલ કાર્ટ (ઘોડાગાડી કે હાથલારી)નો આખા રાજ્યમાં માલ મોકલવા માટે ઉપયોગ કરી રહ્યા છે, કેમ કે ઇ-વે બીલ ફક્ત મોટરાઇઝ્ડ વાહન પર જ લાગુ પાડવામાં આવ્યું છે.
ઉલ્લખેનીય છે કે છેલ્લે જારી કરાયેલ નિયમો અનુસાર ઇ-વે બીલની એવા સંજોગોમાં જરૂર નથી પડતી જ્યારે માલને મોટર વિનાના વાહનોમાં જેમ કે હોર્સ કાર્ટમાં મોકલવામાં આવી રહ્યો હોય. ઉપરાંત જો માલ રૂ. ૫૦,૦૦૦થી કિંમતની નીચે હોય ત્યારે ઓપ્શનલ હોવાથી વેપારીઓ મર્યાદાથી ઉપર માલનું વહન કરવા માટે નોન-મોટોરાઇઝ્ડ હેરફેરના સાધનનો ઉપયોગ કરી રહ્યા છે.
એક વેપારી હોર્સ કાર્ટનો ઉપયોગ કરીને માલનું વહન કરતો હતો તેની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે નોન મોટોરાઇઝ્ડ કન્વેયન્સના સાધામાં માલની હેરફેર માટે ઇ-વે બીલ જરૃરી નથી અને ફલો, શાકભાજી અને પાણી જેવી ચોક્કસ ચીજો માટે પણ ઇ-વે બીલની જરૃર નથી એમ જીએસટી ટેકનોલોજીનું સંચાલન કરતી જીએસટીએનએ તાજેતરના એક નિવેદનમાં જણાવ્યું હતું.