ભારતના લોકો આજે દેશભરમાં ડંકો વગાડી રહ્યા છે. હાલમાં જ થયેલી ચૂંટણીમાં પંજાબના સાત લોકોએ ચૂંટણી જીતી અને સત્તા પર આવ્યા હતા. હવે બિહારનો એક વ્યક્તિ રુસમાં પુતિનની પાર્ટીનો ધારાસભ્ય બન્યો છે.
રુસમાં ભારતીય મૂળના એક વ્યક્તિને ડેપ્યુતાત બનાવવામાં આવ્યો છે. રુસમાં ડેપ્યુતાતનું પદ એટલે ભારતમાં ધારાસભ્ય લેવલનું ગણવામાં આવે છે. ડેપ્યુતાત બનાવેલા અભય કુમાર સિંહ પટના બિહારના છે, અને રુસમાં કુસ્ક નામના રુસી પ્રાંતના ડેપ્યુતાત છે. આ એજ પ્રાંત છે જ્યાં હિટલરની સેનાને હારનો સામનો કરવો પડ્યો હતો.
રુસી રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનની પાર્ટી યુનાઇટેડ રશામાંથી ચૂંટણી જીતીને અભય કુમાર સિંહ પટનાને ડેપ્યુતાત બનાવવામાં આવ્યા છે. અભય સિંહ જણાવે છે કે, તેમને રાજનિતીમાં આવવા માટે રાષ્ટ્રપતિ પુતિને જ પ્રેરિત કર્યા છે.
તમને જણાવી દઇએ કે યુનાઇટેડ રશા તે જ પાર્ટી છે જે અત્યારે રુસ પર સત્તા ધરાવે છે. જ્યાં પુત્તિન છેલ્લા 18 વર્ષથી સત્તા પર છે. એવી જગ્યાએ એક ભારતીય મૂળના અભય કુમાર સિંહે ડેપ્યુતાત બનીને ભારતનું માથુ ગર્વથી ઉંચુ કરી દીધું છે.