ડિજીટાઇજેશનની દિશામાં આગળ વધતા અને રોકડ રહિત અર્થવ્યવસ્થા માટે ભારતીય રેલમાં ઝડપથી વધુ તકનીકી- આદર્શ લેણ-દેણ વ્યવહારની પહેલ કરવામાં આવી રહી છે. આ માટે રેલ સૂચના પ્રણાલી કેન્દ્ર (સીઆરઆઈએસ)એ મોબાઇલ આધારિત એપ્લિકેશન અટસનમોબાઇલ વિકસિત કરી છે.
અટસનમોબાઇલ એપ્લિકેશનની વિશેષતાઓઃ
- અટસનમોબાઇલ એપ્લિકેશન અનારક્ષિત ટિકિટોની બુકિંગ અ રદ કરવા, સામયિક અને પ્લેટફોર્મ ટિકિટોના નવીનીકરણ, આર-વોલેટની બાકી રકમની તપાસ અને લોડ કરવામાં સક્ષમ છે. આ ઉપયોગકર્તાના વિવરણ અને બુંકિંગની જાણકારી જાળવી રાખવામાં સહાયક છે.
- ખૂબ જ સરળ અને નિઃશુલ્ક અટસનમોબાઇલ એપ્લિકેશન એંડ્રોઇડ અને વિંડોઝ સ્માર્ટ ફોન પર ઉપલબ્ધ છે. ઉપયોગકર્તા આ એપને ગૂગલ પ્લે સ્ટોર કે વિન્ડોઝ સ્ટોરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકે છે.
- સૌથી પહેલા યાત્રી પોતાના મોબાઇલ નંબર, નામ, શહેર, રેલની ડિફોલ્ટ બુકિંગ, શ્રેણી, ટિકિટનો પ્રકાર, યાત્રીઓનો આંકડો અને વારંવાર યાત્રા કરવાના માર્ગોનું વિવરણ આપી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
- રજીસ્ટ્રેશન કરવા પર યાત્રીના ઝીરો બંલેંસનું રેલ વોલેટ (આર-વોલેટ) આપોઆપ જ બની જશે. આર-વોલેટ બનાવવા માટે કોઇ વધારાનો ચાર્જ આપવાનો રહેતો નથી.
- આર-વોલેટને કોઇપણ યૂટીએસ કાઉંટર પર કે વેબસાઇટ https://www.utsonmobile.indianrail.gov.in પર ઉપલબ્ધ વિકલ્પના માધ્યમથી રિચાર્જ કરાવી શકાય છે.
- મોબાઇલનું ઇંટરનેટ કન્કેશન કામ નહિં કરવાની સ્થિતિમાં ટિકિટ બુકિંગ થઇ શકશે નહિ.
- એડવાન્સ ટિકિટ બુકિંગની પરવાનગી નથી એટલે કે હંમેશા વર્તમાન તારીખમાં જ યાત્રા કરી શકાશે.
- પેપરલેસ ટિકિટઃ યાત્રી ટિકિટની પ્રિંટ એટલે કે હાર્ડ કોપી લીધી વગર પણ યાત્રા કરી શકે છે. ટિકિટ તપાસ કર્મચારી દ્વારા ટિકિટ માંગવા પર યાત્રી એપમાં ટિકિટ બતાવી શકશે.
- પેપર ટિકિટઃ યાત્રી આ મોબાઇલ એપના માધ્યમથી ટિકિટ બુક કરી શકે છે. ટિકિટ બુક કરવા પર યાત્રીને અન્ય ટિકિટ વિવકણોની સાથે બુકિંગ આઈડી મળી જશે. બુકિંગ વિવરણ બુકિંગ હિસ્ટ્રીમાં પણ ઉપલબ્ધ હશે. બુકિંગ આઈડી એસએમએસના માધ્યમથી પણ બતાવી શકાશે.
- પેપર ટિકિટ બુક કર્યા બાદ યાત્રા શરૂ કરવાના સ્ટેળન પર એટીવીએમથી યાત્રી પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અ બુંકિંગ આઈડી નોંધાવી ટિકિટની પ્રિન્ટ લઇ શકે છે. આ યાત્રા માત્ર પ્રિંટેડ ટકિટની સાથે માન્ય રેહશે.
- પેપર ટિકિટને કાં તો પ્રિન્ટ કર્યા બાદ કાઉંટરથી કે પછી પ્રિન્ટ કરવાના સમય પહેલા એપ દ્વારા રદ કરી શકાશે. જોકે, આ બન્ને સ્થિતિયોમાં રદ કરવાનો ચાર્જ પણ લાગશે.
- કિયોસ્ક મશીન પરથી પેપર ટિકિટ કરવાના એક કલાકની અંદર યાત્રા શરૂ થઇ જવી જોઇએ.