આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ધરણા પર બેસી ગયા છે. અન્ના હજારેની સાથે ધરણા પર બેઠા ત્યારથી લઇને જ્યારે પણ અરવિંદ કેજરીવાલની માંગ પૂરી ના થાય ત્યારે તે ધરણા પર બેસી જાય છે. જેના લીધે સોશિયલ મિડીયા પર અરવિંદ કેજરીવાલની મજાક ઉડતી રહે છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા 39 કલાકથી હડતાલ પર ઉતર્યા છે. અરવિંદ કેજરીવાલની માંગ પૂરી ના થતાં તે ઉપરાજ્યપાલની ઓફિસમાં જ ધરણા પર બેસી ગયા છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવમાં હવે વાત વણસી ગઇ છે. અરવિંદ કેજરીવાલે માંગ પૂરી ના થતા ધરણા શરૂ કરી દીધા છે. ઉપરાજ્યપાલના ઓફિસમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના સાથી મિત્રો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે આમ આદમી પાર્ટીના ત્રણ નેતા પણ ધરણા પર ઉતરી આવ્યા છે. જેમાં સત્યેંન્દ્ર જૈન અને મનીષ સિસોદીયા સામેલ છે. તે બંને નેતાએ ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે. હવે અરવિંદ કેજરીવાલ ઉપરાજ્યપાલ પાસે વાત મનાવી લે છે કે આ ધરણાનો અંત કાંઇક બીજો જ આવે છે તે જોવુ રહ્યું.