રમઝાન દરમિયાન કોઈ સારા કાર્ય કરવા કે નહીં તે અંગે ઘણાં લોકોને પ્રશ્ન થતો હોય છે. અમુક લોકોની માન્યતા એવી છે કે રમઝાન દરમ્યાન મોહમ્મદ પયગમ્બર સાહેબે અનેક કષ્ટ વેઢ્યા છે અને અનેક યોતના ભોગવી છે. આ મહીનો તેમને યાદ કરવાનો છે, તેવામાં ઘરમાં કોઈ સારા કામ કરી શકાય…?
રમઝાનને લોકો પવિત્ર માસ ગણે છે. રમઝાનમાં જકાતનું પણ મહત્વ હોય છે. લોકો દાન ધર્મ અને બીજાને મદદરૂપ થાય તેવી પ્રવૃત્તિ કરતા હોય છે. આ સમય દરમિયાન સારા કામ અવશ્ય થઈ શકે છે. રમઝાન દરમિયાન લોકો સારી વસ્તુની ખરીદી પણ કરતાં હોય છે. ઘર, ગાડી જેવી મોટી વસ્તુની ખરીદી પણ આ માસ દરમિયાન થતી હોય છે. સંતાનની સગાઈ, ભેટ લઈ આપવી, નવી દુકાન કે ધંધો શરૂ કરવા જેવી પ્રવૃત્તિ પણ રમઝાન દરમિયાન કરવામાં આવે છે. ટૂંકમાં રમઝાનમાં પણ સારા કાર્યો થઈ શકે છે.