નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન (એઆઈએમ)એ અટલ ટિંકરિંગ લેબની સ્થાપના માટે ૩,૦૦૦ વધુ સ્કૂલોની પસંદગી કરી છે. આ સાથે જ એટીએલ સ્કૂલોની કૂલ સંખ્યા વધીને ૫,૪૪૧ થઇ જશે. પસંદિત શાળાને દેશભરમાં માધ્યમિક વિદ્યાલયોના બાળકોમાં ઇનોવેશન તથા સાહસિકતા ભાવના વધારવા હેતુ અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવા માટે આગામી પાંચ વર્ષમાં ર૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જલદીથી ભારતના પ્રત્યેક જિલ્લામાં એટીએલની સ્થાપના કરવામાં આવશે, જેનો ઉદ્દેશ ઇનોવેશન ઇકોસિસ્ટમને સ્થાપિત કરવાનો છે.
અટલ ઇનોવેશન મિશનના પ્રબંધ નિદેશક રામનાથન રમણને જણાવ્યું કે આ ૩૦૦દ વધારાની સ્કૂલ એટીએલ કાર્યક્રમની પહોંચને ઘણી હદ સુધી વધારી દેશે જેથી વધુ સંખ્યામાં બાળકો ટિંકરિંગ તથા ઇનોવેશનથી વાકેફ થઇ શકશે. આ સાથે જ ભારતના યુવા સંશોધકોની પહોંચ આત્યાધુનિક ટેકનોલોજી જેમ કે 3ડી પ્રિટિંગ, રોબોટિક્સ, ઇંટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) વધુ માઇક્રોપ્રોસેસર સુધી સુનિશ્ચિચિત થઇ શકશે.
એટીએલ તમામ રાજ્યો અને સાત કેન્દ્ર સાશિત પ્રદેશોમાં સ્થાપિત કરવામાં આવશે.