જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની ઇફ્તાર પાર્ટીમાં રાષ્ટ્રગાનનું અપમાન થયુ હોવાનો મામલો સામે આવ્યો છે. આ વિવાદ ઉપર રાજ્યના ડીસીપીએ જણાવ્યુ છે કે, મહેબૂબાની ઇફ્તાર પાર્ટીમાં નેશનલ એન્થમનું સન્માન કરવામાં આવ્યુ છે કે નહી તે હજૂ સાબિત થયુ નથી. પોલિસ ડિપાર્ટમેન્ટ આ મામલા બોદ હરકતમાં આવી ગયું છે. ડીસીપીએ જણાવ્યુ હતુ કે તે વિડીયો જોશે બાદમાં કહેશે કે અપમાન થયુ છે કે નહી.
મહેબૂબા મુફ્તીએ ગયા અઠવાડીયે ગુરુવારે પાર્ટીનું આયોજન કર્યુ હતુ. તેમાં નેશનલ એન્થમ વગાડવામાં આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે દરમિયાન ઘણા લોકોએ રાષ્ટ્રગાનનુ અપમાન કર્યુ હતુ. આ પાર્ટીમાં દેશના મોટા નેતા પણ હાજર હતા. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાજર હતા.
રાજનાથ સિંહ સિવાય મેહબૂબા મુફ્તીની ઇફ્તાર પાર્ટીમાં એન એન વ્હોરા, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘ, પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, હાઇકોર્ટના જજ સિવાય ઘણી મોટી હસ્તી હાજર હતી.
જમ્મુ અને કશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ઘરે રાખેલી ઇફ્તાર પાર્ટીમાં મોટા ગજાના નેતા તથા લોકો હોવા છતાં રાષ્ટ્રગાનનું અપમાન થયુ તે શરમજનક બાબત છે. હવે ખરેખર રાષ્ટ્રગાનનું અપમાન થયુ છે કે, ફક્ત લાઇમ લાઇટમાં આવવા માટે કોઇએ આવો આરોપ લગાવ્યો છે તે તો પોલિસ તપાસ બાદ જ ખબર પડશે.