શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર અને શાહિદ કપૂરના સાવકા ભાઇ ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’ જલ્દી જ રિલીઝ થવાની છે. ધડક એ મરાઠી સુપરહિટ ફિલ્મ સૈરાટની રિમેક છે. ધર્મા પ્રોડક્શનના બેનર નીચે તૈયાર થયેલી આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે, અને પહેલી જ ફિલ્મમાં જ્હાન્વી કપૂરે કિસિંગ સીન પણ આપી દીધો છે. ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ કરન જોહર પર નેપોટીઝમનો આરોપ લાગી ગયો છે.
ટ્રેલર લોન્ચ દરમિયાન જ્હન્વી અને ઇશાને મિડીયાને દરેક સવાલના જવાબ આપ્યા હતા. જ્યારે કરન જોહરને પૂછવામાં આવ્યુ કે તે દરેક નવા ટેલેન્ટ અને સ્ટાર કિડ્ઝને તક આપે છે. ત્યારે સ્ટાર કિડ્સને લોંચ કરતી વખતે કઇ વાતનું ધ્યાન રાખવામાં આવે છે. તેના જવાબમાં કરણે કહ્યુ હતુ કે, તે તેમના નામની આગળ જઇ શકે અને તેમનુ કરિયર બનાવી શકે. બધા લોકોને એવુ લાગતુ હોય છે કે, સ્ટાર કિડ્સ હોવાથી તેઓ આરામથી આગળ વધી જાય છે, પરંતુ તેવું નથી હોતુ કેમેરાને ફેસ કરવો એ કાંઇ નાની બાબત નથી હોતી. આ લોકો તો હજૂ બાળક છે.
નેપોટીઝમ વિશે કરણે મૌન રહેવાનું પસંદ કર્યુ હતુ. તેણે જણાવ્યુ હતું કે, નેપોટીઝમ શબ્દ છેલ્લા બે વર્ષથી ચાલ્યો આવે છે અને મારે આના વિષે કાંઇ જ કહેવું નથી. ટ્વિટર પર કરનને લોકોએ આડેહાથ લીધો છે. લોકોએ કહ્યું છે કે સૈરાટ મૂવી કરતા સાવ જ અલગ પ્લોટ છે ધડકનો, જ્હાન્વીની એક્ટિંગ બેકાર છે. ફિલ્મોથી નફરત થવા લાગી છે.
હવે કરન જોહર આવી ટિપ્પણીઓનો જવાબ આપે છે કે કેમ તે જોવું રહ્યું.