ફિફાએ ફૂટબોલ વર્લ્ડકપ માટે પોતાનું ઓફિશીયલ સોંગ રિલીઝ કરી દીધુ છે. સોંગનુ નામ લિવ ઇટ અપ છે. આ ગીતને લઇને લોકોમાં ભારે ચર્ચા છે. લોકો આ ગીતને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ગીતને રિલીઝ થયાના થોડા જ કલાકોમાં કરોડો લોકોએ તેને જોઇ લીધુ હતું. શુક્રવારે રિલીઝ થયેલા આ સોંગને રવિવાર સુધીમાં 1 કરોડ કરતાં પણ વધારે લોકોએ જોઇ લીધુ હતુ.
ફિફા વર્લ્ડકપ ખૂબ ફેમસ છે. તેની સાથે જોડાયેલ તમામ બાબતો નોટિસ કરવામાં આવે છે. ક્યારેક ઓક્ટોપસ પૌલ ચર્ચામાં આવે છે, તો ક્યારેક શકીરાનુ વાકા વાકા સોંગ પોપ્યુલર થાય છે.
આ વખતે ફિફા વર્લ્ડકપ માટેના ઓફિશીયલ સોંગને અમેરિકાના જાણીતા કલાકાર નિકકી જેમ અને અલ્બેરિયન સિંગર ઇરા ઇસ્તરેફીએ પોતાનો અવાજ આપ્યો છે. આ સોંગના વિડીયોને ફૂટબોલની થીમ પર ફિલ્માવવામાં આવ્યો છે. જેમાં બ્રાઝીલના ફૂટબોલર તથા હોલિવુડના જાણીતા અભિનેતા વિલ સ્મિથ પણ જોવા મળી રહ્યાં છે. તે સિવાય વિડિયોમાં દરેકનું ડ્રેસિંગ પણ જોવા જેવું છે. તમે ઇચ્છો તો તેમાંથી કોપી પણ કરી શકો છો. આ વિડીયો એટલો વાઇરલ થયો છે કે દરેક લોકો તેને ગાવા પણ લાગ્યા છે.