સારીકાબહેને પતિનાં મૃત્યુ પછી એકલા હાથે બંને સંતાનને મોટા કર્યા. ખૂબ જ તકલીફ વેઠીને તેમને ગ્રેજ્યુએટ કરાવ્યા, પરંતુ હવે હાયર સ્ટડી માટે દિકરો કેનેડા અને દીકરી ઓસ્ટ્રેલિયા જવાનુ કહે છે…ના ના પૈસાની સગવડ તો થઈ જાય એમ છે પરંતુ ઉંમરનાં આ પડાવે હું અહીં એકલી અને એ બે જણાને અજાણ્યા દેશમાં કેવી રીતે મોકલુ…! ત્યાં તેમનું ધ્યાન કોણ રાખે…ત્યાં કંઈ તકલીફ થાય તો હું કેવી રીતે પહોંચી વળું…હું શું કરું…!!!
શું તમે પણ તમારા સંતાન માટે આ પ્રકારની ચિંતા કરો છો? પેરેન્ટ્સ હંમેશા સંતાનનાં ઉજવળ ભવિષ્યની કામના કરે છે. તેમને ભણાવી ગણાવીને એ લાયક બનાવે છે કે તેઓ પોતાનો સંસાર માણવા માટે સક્ષમ બની શકે અને સમાજમાં પોતાનું આગવુ સ્થાન બનાવી શકે. તેઓનું આગળનું જીવન સરળ બનાવી શકે. આ તમામ સપના જુએ પણ સંતાનને અન્ય શહેરમાં કે વિદેશ ભણવા મૂકવાની વાત આવે ત્યારે વિચાર માંડી વાળે છે. ત્યારે મન સંકોચાઈ જાય છે. તો તમે સંતાનને બહાર ભણવા મોકલવાનાં પોઝિટિવ પાસા વિશે વિચારો.
- જ્યારે બાળક એકલું બહાર ભણવા જાય છે. ત્યારે તે મોન્ટલી પ્રિપેડ હોય છે કે અહીં મારી મદદ કરવાવાળા મારા પરિવારજનો નહીં હોય તેથી તે પોતાના દરેક કામ સ્વનિર્ભર બનીને કરતો થઈ જાય છે. તે દરમિયાન પોતાની બેઝિક જરૂરિયાતો કેવી રીતે સંતોષાય છે તે અંગે પણ જાગ્રત થઈ શકે છે.
- સંતાનને જ્યારે બહાર ભણવા જવાનો મોકો મળે ત્યારે એવુ વિચારો કે દરેકની લાઈફમાં આવી તક આવતી નથી કે તે પોતાનું નેટિવ છોડીને નવા શહેરમાં પોતાનું નામ ઉજાગર કરી શકે, જે તમારા સંતાનને મળી છે. તો તે તકનો ફાયદો ઉઠાવો.
- સંતાનને બહાર મોકલતી વખતે વિચારો કે સ્પૂન ફીડિંગ બાળકોને બદલે તમે એક સંઘર્ષ કરીને ઘડાયેલા પરિપક્વ સંતાનને તૈયાર કરી રહ્યાં છો. પહેલાનાં જમાનામાં રાજાઓ પણ પોતાના સંતાનોને ઘરથી દૂર ગુરુકુલમાં મોકલતા હતા.
- બહાર ભણવાથી તમારુ સંતાન પોતાના કોચલા, કમ્ફર્ટ ઝોનથી બહાર આવીને જીંવનનાં તમામ નિર્ણયો લેતા શીખે છે.
- જ્યારે બાળક બહાર ભણે છે ત્યારે તેને ઘરની અને પૈસાની કિંમત સમજાય છે. તે ગમે તે બજેટમાં પોતાની સગવડોને મેનેજ કરતાં શીખી જાય છે.
- ઘરની થી દૂર અન્ય જગ્યાએ મોકલવાથી તે મિત્રો બનાવતા અને માણસો ઓળખતા શીખી શકે છે અને પરાવલંબી બની શકે છે.
યાદ રાખો કે તમે જ કામના કરતા હતા કે તમારા સંતાન આગળ વધે…જ્યારે તેઓ ખરાં અર્થમાં આગળ વધી રહ્યાં હોય ત્યારે કોઈ નીજી સ્વાર્થ માટે તમે તેમને રોકશો નહીં અને તેમને ખુશી ખુશી બહાર ભણવા મોકલો.