દુનિયામાં બિલિયન્સ અને ટ્રિલિયન્સ લોકો રહેલા છે. તેમાં સૌથી સુંદર લોકોની શોધ કરવી હોય તો કેટલુ અધરુ પડે. દુનિયાની આટલી બધી વસ્તીમાં ઘણા એવા ચહેરા છે જેમાં તમને ખોવાઇ જવાનું મન થાય. અમે તમને જણાવીશુ કે દુનિયામાં મોસ્ટ હેન્ડસમ ટોપ 10 મેન કોણ છે. ટ્રેડિંગ ટોપ મોસ્ટના સર્વે અનુસાર 2018ના ટોપ ટેન હેન્ડસમ હંક કોણ છે ??
10– દસમા નંબર પર એક્ટર, પ્રોડ્યુસર અને પોતાની જ કંપનીનો ડિરેક્ટર બ્રાડ પિટ છે. બ્રાડ પિટનો જન્મ 18 ડિસેમ્બર 1963માં થયો હતો. બ્રાડ પિટ એક વર્સલટાઇલ એક્ટર છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે જેમકે, ફાઇટ ક્લબ (1999), ઓશિયન ઇલેવન (2001), થેલમા એન્ડ લૂઇસ(1991) બ્રાડ પિટે તેના કરિયરની શરૂઆત ટીવી દ્વારા કરી હતી.
09– વિશ્વના ટોપ 10 હેન્ડસમ પુરુષોમાં 9મા નંબર પર મહેશ બાબુ આવે છે. મહેશ બાબુ એ તેલુગુ ઇન્ડસ્ટ્રીના એક્ટર, પ્રોડ્યુસર છે, તેનુ એક પ્રોડક્શન હાઉસ છે જેનુ નામ જી.મહેશબાબુ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે. મહેશ બાબુનુ નિકનેમ યુનિવર્સલ સ્ટાર, પ્રિન્સ અને નાની છે. મહેશ બાબુના પિતા ક્રિષ્ના સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર રહી ચૂક્યા છે. 2001થી મહેશ બાબુએ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યુ. તેમની પહેલી ફિલ્મ મુરારી હતી. ત્યારબાદ તેમણે અસ્થા ચમ્મા, કિરાક, શ્રીમંતુડુ, સ્પાઇડર, ભરત અને નેનુ જેવી ઘણી ફિલ્મ કરી. મહેશ બાબુને ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે.
08– ઓમર બોકર અલ ગલા એ આઠમા નંબર પર છે. ઓમરનો જન્મ 23 સપ્ટેમબર 1990માં દુબઇમાં થયો હતો. ઓમર એક મોડલ, ફોટોગ્રાફર અને એક્ટર છે. તેણે કેનેડામાં ભણતર કર્યુ છે. હાલમાં ઓમર મોડેલ તરીકે જ કામ કરી રહ્યો છે.
07– સાતમા નંબર પર ક્રિશ ઇવાન્સ આવે છે. તેનુ આખુ નામ ક્રિસ્ટોફર રોબર્ટ ઇવાન્સ છે. તેનો જન્મ 13 જૂન 1981ના રોજ થયો હતો. તેણે તેના કરિયરની શરૂઆત ટીવી શો ઓપોઝીટ સેક્સ દ્વારા કરી હતી. ઇવાન્સ એ વિશ્વમાં સાતમા નંબર પર છે.
06– નોઓ મિલ્સ એ વિશ્વમાં 6ઠ્ઠા નંબર પર છે. મિલ્સ 1983માં ટોરોન્ટો, કેનેડામાં જનમ્યો હતો. 2010માં મિલ્સે સેક્સ એન્ડ સિટી-2માં મહત્વનો રોલ કર્યો હતો. તે સિવાય ટેલર સ્વિફ્ટના સોંગ વી આર નેવર એવર ગેટીંગ બેક ટુગેધરમાં જોવા મળ્યો હતો. હાલમાં તે મોડેલિંગ કરી રહ્યો છે.
05– લી મીન હો એ સાઉથ કોરીયાનો ડ્રામા આર્ટીસ્ટ છે. લી મીન એ સાઉથ કોરિયાનો ટોપ મોસ્ટ હેન્ડસમ હંક છે. તેનો જન્મ 22 જૂન 1987માં થયો હતો. લી મીને બેચલર ઓફ આર્ટ્સ કર્યુ છે. તેનુ ઓફિશીયલ ડેબ્યુ સિક્રેટ કેમ્પસ દ્વારા 2003માં થયુ હતું. હાલમાં તે ફિલ્મ અને ટેલીવિઝન સાથે સંકળાયેલો છે.
04– ગોડફ્રે ચાર નંબર પર તેનુ સ્થાન જમાવી લીધુ છે. તેનો જન્મ 22 સપ્ટેમ્બર 1984માં તાઇવાનમાં થયો હતો. તેના જન્મ બાદ તેનુ ફેમિલી કેનેડા શિફ્ટ થઇ ગયુ હતું. ગોડફ્રેએ તેનુ કરિયર ફેશન મોડેલ તરીકે 2004માં શરૂ કર્યુ હતુ. તેની પહેલી ફિલ્મ 2003માં આવી હતી, જેનુ નામ ઓલ અબાઉટ વુમન હતું.
03– રોબર્ટ પેટીન્સન વિશ્વના 10 હેન્ડસમ મેનમાં ત્રીજા નંબર પર છે. રોબર્ટને વર્ડવાઇડ વેમ્પાયર તરીકે ઓળખવામાં આવે છે. જે વેમ્પાયરનું નામ એડવર્ડ હોય છે. તેની ફિલ્મ ટ્વાઇલાઇટ સૌથી ફેમસ ફિલ્મ છે. આ સિવાય તેણે ફિલ્મ હેરી પોટરમાં કેડ્રીકનું પાત્ર ભજવ્યુ હતું. તે ખૂબ હેન્ડસમ છે. રોબર્ટ એક્ટર સિવાય મ્યૂઝીશીયન પણ છે. તેણે નેવર થિંક, લેટ મી સાઇન અને ટ્વાઇલાઇટનું સાઉન્ડટ્રેક કમ્પોઝ કર્યુ છે.
02– બીજા નંબર પર પોતાનુ સ્થાન બનાવનાર નન અધર ધેન ટોમ ક્રુઝ છે. તેમનો જન્મ 3 જુલાઇ 1962ના રોજ થયો હતો. તે હોલિવુડના ફેમસ એક્ટર અને પ્રોડ્યુસર છે. ટોમ ક્રુઝે તેમની ફિલ્મી કરિયર 19 વર્ષે શરૂ કરી હતી. 1981માં તેમની પહેલી ફિલ્મ એન્ડલેસ લવ આવી હતી. ટોમ ક્રુઝે ત્રણ લગ્ન કર્યા છે.
01– પ્રથમ નંબર મેળવનાર વ્યક્તિ ભારતીય છે, અને તે બીજુ કોઇ નહી પણ હ્રિતિક રોશન છે. હ્રિતિક તેના લૂકને લઇને અવેર છે. તેની પહેલી ફિલ્મ 2000માં આવી હતી જેનુ નામ છે કહોના પ્યાર હૈ. ત્યારબાદ તેણે ક્યારેય પાછુ વળીને જોયુ નથી. ઇન્ડસ્ટ્રીમાં 17 વર્ષ થઇ ગયા છે. તેનો જન્મ 10 જાન્યુઆરી 1974માં થયો હતો. હ્રિતિકને ઘણા બોલિવુડ એવોર્ડ્સ મળી ચૂક્યા છે.