ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાથી રોમાંચથી ભરપૂર જ રહે છે. ટી-20 એશિયા કપની મેચમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા કરી લીધી છે. પાકિસ્તાને પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 20 ઓવરમાં પાકિસ્તાને 7 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા હતા. પાકિસ્તાની મહિલા ટીમ પૂરા 100 રન પણ ના બનાવી શકી.
સના મીરે સૌથી વધારે 20 રન બનાવ્યા જે નોટઆઉટ રહી હતી. ભારતીય ટીમની એકતા બિષ્ટે 3 વિકેટ લઇને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતને પણ પાકિસ્તાની બોલર અનામ આમિને પરસેવા છોડાવી દીધા હતી, પરંતુ બાદમાં ભારતીય ટીમે બાજી પોતાના હાથમાં લઇ લીધી હતી.
હરમન પ્રિત કૌર અને મંધાનાએ પોતાની સાવધાની અને સૂજબૂજથી સુંદર રમત રમી હતી. બંનેએ ભારતને જીતની સીમાએ પહોંચાડી દીધુ હતુ. એકતા બિષ્ટને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.
તમને જણાવી દઇએ કે મહિલા ક્રિકેટ ટીમની પ્લેયર હરમનપ્રિત કૌર અને મંધાનાને બેંગ્લોરમાં ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.