ઈંડુ એક એવી પ્રોડકટ છે કે જે અમુક દેશમાં શાકાહાર અને અમુક દેશોમાં માંસાહાર તરીકે લેવામાં આવે છે. ચાલો જાણીયે શું છે આની પાછળનું તથ્ય અને સત્ય..
1 – માંસાહાર નો અર્થ અને ઈંડુ
નામ પ્રમાણે જો સંધિ છૂટી પાડીયે તો માંસાહાર શબ્દ દર્શાવે છે કે માસ અને આહાર, એટલે કે આહાર માં લેવાતું માણસ એટલે માંસાહાર, પરંતુ ઈંડા ની વાત જો કરીયે તો તેમાં કોઈજ માસ કે મજ્જા હોતી નથી, આ ઉપરાંત સામાન્ય રીતે એમ પણ જોવામા આવે છે કે માંસાહાર લેતું પ્રાણી હોય તો તેનું ઈંડુ પણ અશુદ્ધ ગણાય, પરંતુ ઈંડુ આપનાર મરઘી પણ શાકાહારી છે. જેવી રીતે ઈંડા માં જીવ નથી હોતો તેવી રીતે ઉપવાસ અને પવિત્ર માનવામાં આવતું દૂધ પણ એક જીવ માંથીજ આવે છે. ભગવાન રજનીશ દ્વારા તેઓના પ્રવચન માં એન્ડ ને શાકાહારી જણાવી અને આશ્રમ માં અપાતા બ્રેકફાસ્ટ માં શામેલ કર્યું હતું
2 – વિજ્ઞાનની દ્રષ્ટિએ ઈંડુ
સાયન્સ અને ધર્મ ઘણીવાર પૂરક અને ઘણીવાર એકસાથે જોવા મળે છે. જો ઈંડાના તત્વોનું અવલોકન કરવામાં આવે તો તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. સફેદ કોચલી , સફેદ આર્ક અને પીળો ભાગ જે યોલ્ક કહેવાય છે. તેના સફેદ ભાગ કાચલી હોય છે જે કાચલી સ્વરૂપે હોય છે અને તેને ખાવામાં નથી આવતો, તેની અંદર જીવાંશ જોવા નથી મળતો. તેનો સફેદ ભાગ જેને આલ્બ્યુમેન તરીકે ઓળખવા માં આવે છે તેમાં પ્રોટીન અને પાણીની ઉચ્ચ માત્ર હોય છે. તેનો જે પોલો ભાગ જેને યોલ્ક (yolk) તરીકે ઓળખવામાં આવે છે તેમાં ફેટ, પ્રોટીન અને કોલેસ્ટ્રોલ નું મિશ્રણ હોય છે પરંતુ તેમાં કોઈજ ” એનિમલ સેલ” નથી હોતો, જો ઉપરોક્ત વૈજ્ઞાનિક દલીલોને માનવામાં આવે તો ઈંડુ ટેક્નિકલી શાકાહારી છે.
3 – ધાર્મિક દલીલો અને ઈંડુ
ધાર્મિક રીતે ઈંડુ માંસાહારમાં ગણવામાં આવે છે. તેની પાછળ અમુક ચુસ્ત અને મજબૂત દલિલો પણ રહેલી છે. જેવીકે, જો ઈંડુ લાંબો સમય રખાયું હોત તો તેમાં જીવ આવત જે તેને આરોગવા થી ના આવ્યો. આપણે જાણીને આચાર્ય થશે કે માર્કેટમાં મળતા મોટાભાગના ઈંડા અન – ફર્ટિલાઇઝડ હોય છે જેમાં જીવન આવવાની શક્યતા નહિવત હોય છે. પરંતુ ફર્ટિલાઇઝડ એગ્સ જે ઘણી જગ્યાએ બ્રાઉન એગ્સ તરીકે પણ ઓળખાય છે તેમાં નિશ્ચિત પાને જીવન આવવાની સંભાવના રહેલી છે અને તેની ગણતરી ધાર્મિક રીતે માંસાહારમાં કરવી પણ યોગ્ય છે.
તો આ હતો ઈંડાનો શાકાહારી અને માંસાહારી ખોરાક તરીકેનો પરિચય, હવે કઈ શ્રેણીમાં તેનો સમાવેશ કરવો તે આપની માન્યતા ઉપર આધારિત છે. ખબરપત્રી પર કોમેન્ટ કરી / thekhabarpatri at Gmail dot Com ઉપર આપનો અભિપ્રાય અચૂક જણાવો…