દક્ષિણ પશ્ચિમી ચોમાસુ મધ્ય અરબ સાગરના કેટલાંક ભાગો, ગોવા, કરણાટક તથા રાયલસીમીના ટોચના ભાગો, દક્ષિણ કોંકણના કેટલાંક ભાગો, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, છત્તીસગઢ અને દક્ષિણ ઓરિસા, સંપૂર્ણ તેલંગાના, કોસ્ટલ આંધ્ર પ્રદેશના રકેટલાક ભાગ તરફ વધી ગયું છે.
અરબી સમુદ્રમાં નવી બનેલી સિસ્ટમ નબળી પડવાના કારણે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત તરફ આવતી સિસ્ટમ ફંટાઇ જવાની પરિસ્થિતિને જોતા સમગ્ર ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થોડુ મોડુ થઇ શકે છે.
આગામી ૪૮ કલાકોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે મધ્ય અરબ સાગરના કેટલાંક ભાગો, મુંબઇ સહિત મહારાષ્ટ્ર , છત્તીસગઢ, ઓડિશા અને તટવર્તીય આંધ્ર પ્રદેશના ટોચના ભાગો તરફ વધવાની અનુકૂળ પરિસ્થિતિ છે.
૧૦ જૂન સુધી કોસ્ટલ કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ૯મીથી મુંબઇ સહિત ઉત્તર તટીય મહારાષ્ટ્ર તરફ વરસાદ થઇ શકે છે. આ સમયગાળામાં વરસાદની સ્થિતિ ૧૨ જૂનથી સુધાર થશે.
૯ થી ૧૧ જૂનની વચ્ચે ઉત્તર ઓડિશા, પશ્ચિમ બંગાળ તથા સિક્કિમ, અસમ અને મેધાલયમાં છુટી-છાવીયો ભારેથી ભારે વરસાદ થશે.