સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ કાલા ગુરુવારે વર્લ્ડ વાઇડ રિલીઝ થઇ હતી. કાલા ફિલ્મને રિલીઝ થયા પહેલા જ ઘણા વિઘ્નોનો સામનો કરવા પડ્યો હતો. ફિલ્મ ભારતમાં રિલીઝ થાય તે પહેલા જ એક વ્યક્તિએ તેને ફેસબૂક પર લાઇવ કરી દીધી હતી. આ વાતની જાણ થતા જ એક વ્યક્તિને સિંગાપૂરથી એરેસ્ટ કરવામાં આવ્યો છે.
રજનીકાંતની ફિલ્મ કાલા એક ક્રાઇમ થ્રિલર છે. જેને તામિલમાં ઇરુમભાઇ થિરાઇ અને તેલુગુમાં અભિમન્યુડુના નામથી રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને 40 મિનીટ સુધી ફેસબૂક પર લાઇવ બતાવવામાં આવી હતી. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. કાલાની પાઇરસી કરવા બાબતે એક વ્યક્તિની સિંગાપુરથી ધરપકડ કરવામાં આવી છે. તે વ્યક્તિ સિંગાપુરના કેથી મલ્ટીપ્લેક્સમાંથી કાલાને લાઇવ બતાવી રહ્યો હતો. રજનીકાંત બે વર્ષ બાદ ફિલ્મોમાં પરત ફરી રહ્યા હતા, અને આ વાત તેમના ફેન્સ માટે ખૂબ મોટી છે. આ ઘટના બુધવારની છે, જ્યારે ભારતમાં ફિલ્મ કાલા રિલીઝ નહોતી થઇ. પરંતુ ત્વરિત હરકતથી તે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.
જ્યારે ફિલ્મ ભારતમાં રિલીઝ થઇ ત્યારે ભારતભરમાં આ ફિલ્મને લઇને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે.ચેન્નાઇમાં પહેલો શો 4 વાગ્યાનો હતો. જ્યા સવારે 4 વાગે પણ ખૂબ ભીડ હતી. રજનીકાંતના પોસ્ટરને દૂધથી નવડાવવામાં આવ્યુ હતુ. જ્યારે બીજી તરફ મુંબઇમાં બે મહિલા સાયન મંદિરથી વડાલા સ્થિત કાર્નિવલ સિનેમા સુધી ચાલતી પહોંચી હતી. રજનીકાંત માટે આજે પણ લોકોના દિલમાં એ જ દિવાનગી છે. જે આ ઘટનાથી સાબિત થાય છે.