વોશિંગ્ટન: ૧૭ વર્ષ પહેલા ૧૧મી સપ્ટેમ્બરના દિવસે આતંકવાદી સંગઠન અલકાયદા અને તેના લીડર બિન લાદેને દુનિયાને હચમચાવી દીધી હતી. ન્યુયોર્ક શહેરના ટ્વિ ન ટાવર વર્લ્ડ સિટી સેન્ટર અને પેન્ટાગોનમાં ભીષણ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાને દુનિયાના હજુ સુધી સૌથી વિનાશક આતંકવાદી હુમલા તરીકે ગણવામાં આવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ હુમલાની યોજના ઓસામા બિન લાદેને ૧૪ વર્ષ પહેલા જ લખવાની શરૂઆત કરી દીધી હતી.
૧૯૮૮માં લાદેને આ હુમલાની યોજના તૈયાર કરી લીધી હતી. અલકાયદાના હાલના રેકોર્ડ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો ૧૯૮૮માં પાકિસ્તાનના પેશાવરમાં લાદેનના આવાસ ઉપર તેના સાથીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અલકાયદા નામ નક્કી થયું હતું જેમાં અરબી ભાષાનો અર્થ હોય છે કે, આ સંગઠન આગળ ચાલીને દુનિયાની સૌથી ખતરનાક આતંકવાદી ગતિવિધિને અંજામ આપશે. કેટલાક મોટા આતંકવાદી હુમલા લાદેન દ્વારા કરવામાં આવ્યા હતા.
અલકાયદાના રેકોર્ડ મુજબ ૧૦મી સપ્ટેમ્બર ૧૯૮૮ના દિવસે અલકાયદા સંગઠનની રચના થઇ હતી. અમેરિકાની સામે વૈશ્વિક યુદ્ધનું એલાન કરવામં આવ્યું હતું. આના ભાગરુપે આ સંગઠને સૌથી પહેલા અમેરિકી દૂતાવાસ ઉપર કેન્યા અને તાન્ઝાનિયામાં હુમલા કરવામાં આવ્યા હતા જેમાં ૨૨૪ લોકોના મોત થયા હતા. ૧૭ વર્ષ પહેલા આજના દિવસે જ આતંકવાદી સંગઠને સૌથી મોટો હુમલો કર્યો હતો જેના કારણે વિશ્વના દેશો હચમચી ઉઠ્યા હતા.
અમેરિકાએ વ્યાપક શોધખોળ બાદ આખરે લાદેનને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી અને લાદેનને પાકિસ્તાનમાં શોધી કાઢીને અમેરિકી કમાન્ડોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં અલકાયદાની નબળાઈ સપાટી ઉપર આવી ચુકી છે. સિરિયા અને ઇરાકમાં આઈએસના અડ્ડાઓ પણ ફૂંકી મારવામાં આવ્યા છે. આઈએસની તાકાત પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટી છે.