એસપી રિંગ રોડ નજીક રાજપથ કાલી બારી રોડ પર કાલી બારી બંગાળ કલ્ચરલ એસોસિએશન આવેલ છે જેમના દ્વારા કાલી બારી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે અને જે આ વર્ષે 87મી દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરી છે. 40 હજાર સ્કવેર ફીટમાં વિશાળ ડોમ ઉભો કરીને આ 87મી દુર્ગા પૂજાનું આયોજન કરાયુ છે. આ અગે એસોસિએશનના જનરલ સેક્રેટરી અને મુખ્ય ટ્રસ્ટી અનલ મુખર્જીએ જણાવ્યું કે, આ વર્ષે પણ અમારા દ્વારા ધૂમધામ થી અમારું 87મી ભવ્ય દુર્ગાપૂજાનુ આયોજન કરાયુ છે.
જેમાં મુર્તિ તૈયાર કરવાની સાથે ડોમના શણગાર માટે 25 લોકોની ટીમ પણ ખાસ બંગાળથી બોલાવામાં આવી છે. મંગળવારે વિશેષ પૂજા કર્યા બાદ રાતે 8 વાગ્યા માતાજીના પટ્ટ ખોલવામાં આવ્યું . જે બાદ આનંદ મેળો નું પણ ખાસ આયોજન કરાયુ છે. દશેરા સુધી આ મહોત્સવની ઉજવણીમાં બંગાળી સમાજના હજારો લોકો સહિત અન્ય કૉમ્યુનિટીના લોકો પણ ઉપસ્થિત રહેશે. દુર્ગાપૂજાનું આયોજન મોટા પાયે થઈ રહ્યુ છે અને રાજ્યના સીએમને પણ હાજર રહેવા આગેવાનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. આ સાથે બંગાળી સમાજ દ્વારા વિવિધ ભોજન માટેના સ્ટોલ પણ અહીં લગાવાની સાથે કોલકાતાના ખાસ પુસ્તક કાઉન્ટરો પણ આ ડોમમા ઉભા કરાયા છે. આ વર્ષે દુર્ગા માતાની 15 ફૂટની માટીની મુર્તિ તૈયાર કરાઈ છે.
દુર્ગા પૂજા કાર્યક્રમમાં ભોગ પ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધૂનીચી નાચની સાથે સિંદુર ખેલા વિશેષ હોય છે. આ સાથે ઢાકી પણ આ વર્ષે બંગાળથી ખાસ બોલાવામાં આવ્યા છે. આ વર્ષે પણ 5000 થી વધુ ભક્તો કાલી બારી દુર્ગા પૂજા મહોત્સવ ના આનંદ માણશે એવી આશા છે . એસોસિયેશનના હોદ્દેદારોએ દરેક સ્પોનસર્સ અને જાણીતી કંપનીઓના સાથે સાથે સ્ટોલ ઓનર્સ ના ખાસ આભાર માણ્યા હતા જેને દુર્ગાપૂજા ના આયોજન અને સફળતા માટે પોતાના યોગદાન આપ્યા છે.