દાદીમાં શબ્દ સાંભળતાં જ માનસપટ પર ચિત્ર ઉપસે.. મંદિરે જઇ દર્શન કરતા દાદીમાં, ઓટલે બેસી માળા ફેરવતા દાદીમાં, બોખો અને હસતો ચહેરો એટલે દાદીમાં, પણ આજે આપણે વાત કરીશું એક એવાં દાદીમાંની જેઓએ કળા અને ટેકનોલોજીનો અદ્ભૂત સૂમેળ કરાવ્યો છે. આ દાદીમાં છે ૮૭ વર્ષના કોન્ચા ગાર્સિયા ઝાયેરા.
એક એવા દાદીમાં જેઓએ માઇક્રોસેફ્ટના એમએસ પેઇન્ટના ઉપયોગથી અદ્ભૂત ચિત્રો બનાવ્યા છે, જે જોઇને તમે પણ તેમની કળાને વધાવશો. તેમણે આ પ્રોગ્રામનો ઉપયોગ તેમના બાળકોએ કોમ્પુટર લાવી આપ્યા પછી કર્યો હતો.
આ વિશે ઝાયરા જણાવે છે કે મારા પતિ હંમેશા બિમાર રહેતા તેથી હંમેશા મારે તેમની સંભાળ રાખવી પડતી હોય હું હંમેશા ઘરમાં જ રહેતી. તેથી સમય પસાર કરવા મેં પેઇન્ટીંગ કરવાનું શરૂ કર્યુઃ પહેલા ઘર દોરતી, બીજા દિવસે પહાડો ઉમેરતી… એક બાદ એક હું બધુ ઉમેરતી રહી અને અંતમાં તેનું પરિણામ ખૂબ જ સુંદર જોવા મળ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે મારી પોતાની કોઇ કલ્પના શક્તિ ન હતી, તેથી મારા પતિ દ્વારા મને લખાયેલા પોસ્ટકાર્ડસથી પ્રોત્સાહિત થઇ તેને દોરતી રહી.
દાદીમાંના આ માસ્ટરપીસીસ તેમણે ફેસબુક પર પોસ્ટ કર્યા હતા, પરંતુ તેમની એક પૌત્રીએ તેમને આ માસ્ટરપીસીસ ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરવાનું સૂચન કર્યું. ૯ માર્ચે તેમના ૩૦૦ ફોલોઅર્સ હતા અને જેવી જ તેમણે આ માસ્ટરપીસ પોસ્ટ કર્યા ૧,૦૮,૦૦૦ ફોલોઅર્સ દ્વારા તેમની કળાને બીરદાવી અને ફોલો કરવા લાગ્યા.
તો ચાલો જોઇએ કેવા ચિત્રો બનાવ્યા છે દાદીમાંએઃ
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11