નવી દિલ્હી: ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશ બાદ સરકારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને અશ્લીલ સામગ્રી દર્શાવી રહેલી ૮૨૭ વેબસાઇટને બંધ કરવા માટે આદેશ જારી કરી દીધો છે. સત્તાવાર સુત્રોએ કહ્યુ છે કે કોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવ્યા બાદ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દુરસંચાર વિભાગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આ પોર્ન સાઇટ બંધ કરવા માટે આદેશ જારી કરી દીધો છે. કોર્ટે તાજેતરમાં જ અશ્લીલલા ફેલાવી રહેલી કુલ ૮૫૭ વેબસાઇટ બંધ કરવા માટેનો આદેશ જારી કર્યો હતો. અલબત્ત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રી દ્વારા ૮૨૭ વેબસાઇટને બંધ કરવા માટે આદેશ કર્યો છે.
જેથ આગામી દિવસોમાં પોર્ન સાઇટ દર્શાવી રહેલા સર્વિસ પ્રોવાઇડર્સ પર પણ તવાઇ આવી શકે છે. તપાસ કરવામાં આવ્યા બાદ ૮૫૭ વેબસાઇટ પૈકી ૩૦ પર અશ્લીલ સામગ્રી ઉપલબ્ધ નહીં કરાવવાની વાત કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યુ છે કે ૩૦ સાઇટ પર અશ્લીલ સામગ્રી નથી. જેથી તે વેબસાઇટ બચી ગઇ છે.
સુત્રોએ કહ્યુ છે કે મંત્રાલય દ્વારા દુરસંચાર વિભાગને ૮૨૭ વેબસાઇટ બંધ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ તમામ વેબસાઇટની યાદીમાં તેમના નામ પણ આપવામાં આવ્યા છે. દુરસંચાર વિભાગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આદેશ જારી કરીને કહ્યુ છે કે તમામ લાયસન્સ ધરાવનાર ઇન્ટરનેટ સેવા આપનારને કોર્ટના આદેશને માનીને આગળ વધવુ પડશે. હાઇકોર્ટ દ્વારા તમામ આદેશ પાળીને મંત્રાલયના દિશા નિર્દેશને પાળવા માટે કહેવામાં આવ્યુ છે. મંત્રાલયના આદેશ મુજબ ૮૨૭ પોર્ન સાઇટ સામે તરત કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યુ છે. હાકોર્ટે ૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે આ તમામ વેબસાઇટને બંધ કરવા માટેનો આદેશ જારી કર્યો હતો.
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રીને આઠમી ઓક્ટોબરના દિવસે આ આદેશ મળ્યો હતો. મંત્રાલય દ્વારા દુરસંચાર વિભાગને સુચના આપવામાં આવી છે કે શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. દુરસંચાર વિભાગના ૩૧મી જુલાઇ ૨૦૧૫ની જુની નોટીસના આધાર પર હાઇકોર્ટે ૮૫૭ વેબસાઇટને બંધ કરવા માટે આદેશ આપ્યો છે. દુરસંચાર વિભાગે ચોથી ઓગષ્ટ ૨૦૧૫ના દિવસે પોતાના આદેશમાં ફેરફાર કર્યા હતા. પોર્ન સાઇટના દુષણને લઇને વારંવાર આદેશ જારી કરવામાં આવે છે પરંતુ તેને લઇને કોઇ નક્કર કાર્યવાહ કરવામાં આવતી નથી. આના કારણે આ દુષણને રોકવામાં સફળતા મળી રહી નથી.દુરસંચાર વિભાગે ફરી એકવાર લાલ આંખ કર્યા બાદ હવે કાર્યવાહી કરવામાં આવનાર છે.