દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ૮૨% કાર્ય પૂર્ણ અને કુલ ૧૧૩૬ કિલોમીટર લંબાઈનું નિર્માણ કાર્ય પૂર્ણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી, : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ૧૩૮૬ કિલોમીટર લંબાઇ ધરાવતા ૫૩ પેકેજમાં સ્પર્સ સહિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું બાંધકામ હાથ ધર્યું છે. જૂન ૨૦૨૪ સુધીમાં કુલ ૨૬ પેકેજો પૂર્ણ થયા છે. કામની ભૌતિક પ્રગતિ ૮૨% છે અને કુલ ૧૧૩૬ કિલોમીટર લંબાઈનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. સુધારેલ સુનિશ્ચિત સમાપ્તિ તારીખ ઓક્ટોબર, ૨૦૨૫ છે.
આ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય આર્થિક કેન્દ્રોને કનેક્ટિવિટી પ્રદાન કરે છે. પીઆર મુજબ તેના પ્રભાવમાં દિલ્હીથી જે NPT ના અંતરમાં લગભગ ૧૮૦ કિલોમીટરનો ઘટાડો અને જોડાયેલા સ્થળોની મુસાફરીના સમયમાં ૫૦% સુધીનો ઘટાડો સામેલ છે.આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

Share This Article