વડોદરા : વડોદરા શહેરના માલધારી સમાજ પટેલ સમાજ સહિત અનેક અગ્રણીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વર્ગ થી જાેડાયેલા લોકો રામ ભક્તો દ્વારા ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં શ્રીરામને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુરોધ સમગ્ર દેશમાંથી કોઈકને કોઈક ભેટ સોગાત આપવામાં આવી છે ત્યારે વડોદરા શહેરમાં ૧૦૮ ફૂટ લાંબી માલધારી સમાજ તરફથી અગરબત્તી,તેમજ અગ્રણી દ્વારા ૧૧૦૦ કિલોનો દીવો વડોદરાથી અયોધ્યા ખાતે લઈ જવામાં આવશે ત્યારે વડોદરા શહેરના ઔદ્યોગિક બરોડા મેટલ લેબલ વર્કના ઓનર દ્વારા અયોધ્યા મંદિર ખાતે સોગાત આપવાનો સપનું હતું ત્યારે આ સપનું પૂર્ણ થયું છે અને તેમણે પિત્તળની રામાયણની ગાથા લખેલી તકતીઓ બનાવવામાં આવી છે.શુભ મુહર્ત અયોધ્યા ખાતે લગાવવામાં આવશે. પિત્તળ તકતીઓને વાત કરવામાં આવે તો તકતીઓની સાઈઝ ૪૩.૫૪ ઇચ અને ૬ એમ એમ જાડી તેમજ બીજી તખ્તી ૧૫.૩૬ ઇંચ બાય ૬ એમ એમ જાડી એવી રીતે કુલ ૮ તખ્તી બનાવવામાં આવી છે.કંપની માલિક ચિન્ટુ કારેલીયાએ જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અગાઉ ૩ ડ્રીમ પ્રોજેક્ટ સાથે હું જાેડાયેલો છું ત્યારે મારી પણ ઈચ્છા હતી કે હું પણ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા માં મારો સહયોગ આપુ.ત્યારે ભગવાન શ્રી રામે જ મારી વિનતી સંભાળી અને અયોધ્યામાં લગાવવામાં આવેલ પિત્તળની તકતીઓ બનાવવાનું કામ મને સોંપવામાં આવ્યું. ત્યારે આ કામ મળતા હું મારો પરિવાર તેમજ મારા તમામ વર્કર્સ ભગવાન શ્રીરામ નો આભાર માનીએ છીએ પિત્તળની તકતીઓમાં ખાસ કરીને રામાયણ ગ્રંથના શ્લોકોનો કોતર કામ કરવામાં આવ્યું છે જે પ્રકારે પહેલાના જમાનામાં પથ્થર પર કોતર કામ કરીને તમામ ગ્રંથોનો કાવ્યનો લખાણ કરવામાં આવતું હતું ત્યારે તે સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને સંસ્કૃતિની પરંપરા જળવાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા મુજબ અર્થ આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરે બ્રાસ ઉપર રામાયણ ગ્રંથ જેવા વૈદિક ગ્રંથોનો શ્લોકનું કોતર કામ કરી તૈયાર કરવામાં આવ્યું છે. અયોધ્યા મંદિર ખાતે આ તકતીઓને શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે સાથે જ અયોધ્યા દર્શન આવનાર યુવા પેઢીને પણ રામાયણ ગ્રંથની તકતીઓમાં લખેલા શ્લોકનું વર્ણન યુવા પેઢીમાં સારો સંદેશ આપશે.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more