શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ૧.૧૩ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી જોરદાર સુધારો થયો છે. ટોપ ટેનની યાદીમાં સુધારા સાથે રહેલી અન્ય કંપનીઓમાં આરઆઈએલ, એચડીએફસી બેંક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા, એસબીઆઈ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન માર્કેટ મૂડીમાં વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ઘટી છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૫૬૬૦૪.૭૨ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
આની સાથે જ તેની માર્કેટ મૂડી ૮૩૩૯૮૬.૨૬ કરોડ રૂપિયાનો આંકડો થઇ ગયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૧૮૪૭૫.૦૪ કરોડ રૂપિયા વધીને ૭૦૯૯૩૨.૨૫ કરોડ સુધી પહોંચી ગઈ છે જ્યારે આરઆઈએલની માર્કેટ મૂડી ૧૦૭૪૪.૯૫ કરોડ વધીને ૧૦૧૩૮૯૨.૨૧ કરોડ થઇ ગઇ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન એચડીએફસી, ઇન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. તેની માર્કેટ મૂડી ૨૫૩.૧૪ કરોડ સુધી વધી જતાં તેની માર્કેટ મૂડી ૩૨૩૪૮૯.૩૧ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધારે છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૬૭૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો.