રાજ્યના કુલ ૨૦૭માંથી ૭૬ ડેમમાં ૭૦ થી ૧૦૦ ટકા સુધી જળસંગ્રહ થયો

Rudra
By Rudra 2 Min Read

ગાંધીનગર : આ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમમાંથી ૭૬ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૬ ડેમ એલર્ટ પર તેમજ ૨૨ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૬.૪૦ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.

અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ ૬૮.૯૧ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૨ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં ૭૧ ટકા, કચ્છમાં ૭૦ ટકા, પૂર્વ મધ્યમાં ૬૯ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૬૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટના ધોરાજીમાં ૩ ઇંચથી વધુ, માળિયાહાટીમાં ૨ ઇંચથી વધુ જ્યારે ડાંગ આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં ૨ ઇંચથી વધુ આ ઉપરાંત ૨૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે.

આ વર્ષે રાજ્યમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત? એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૭ ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૭૩ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૮.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતના માછીમારોને તા. ૧૮ થી ૨૧ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા ૈંસ્ડ્ઢ દ્વારા જણાવાયું છે.

Share This Article