૭૧ સીટ : મતદાનની સાથે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. દેશના જુદા જુદા રાજ્યોમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે સવારમાં જ લોકોએ મતદાન કરવાની તૈયારી કરી હતી. શાંતિપૂર્ણ મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

  • ચોથા તબક્કાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં નવ રાજ્યોને આવરી ૭૧ સીટ પર મતદાન શરૂ
  • મતદાન શરૂ થતાની સાથે જ મોટા ભાગના મતદાન મથકો પર લાંબી લાઇન જાવા મળી
  • શરૂઆતી કલાકોમાં મતદાનની ટકાવારી સારી નોંધાઇ રહી છે
  • ભીષણ ગરમી હોવાના કારણે સવારમાં જ મતદાન કરી લેવા માટે મતદારો ઇચ્છુક
  • ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં તમામ સાત ચરણમાં મતદાન થનાર છે જેના ભાગરૂપે આજે ચોથા તબક્કામાં પણ આ રાજ્યોમાં કેટલીક સીટ પર મતદાનની શરૂઆત થઇ
  • તમામ દિગ્ગજા દ્વારા મતદાન કરવામાં આવ્યુ. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ અને અન્યો દ્વારા મતદાન કરાયુ
  • બોલિવુડની અભિનેત્ર ઉર્મિલા માંતોડકરે પણ મતદાન કર્યુ
  • ચોથા તબક્કામાં બિહારની પાંચ, મધ્યપ્રદેશની છ, મહારાષ્ટ્રની ૧૭, રાજસ્થાનની ૧૩, ઉત્તરપ્રદેશની ૧૩, બંગાળની આઠ સીટો પર મતદાન જારી છે
  • દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં તમામ સીટો ઉપર મતદાન પ્રક્રિયા જારી
  • છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે ૭૧ સીટો પૈકી ૪૫ પર જીત મેળવીને સપાટો બોલાવ્યો હતો
  • ઓરિસ્સામાં લોકસભાની છ સીટોની સાથે સાથે ૪૨ વિધાનસભા સીટ ઉપર પણ સવારે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી
  • મધ્યપ્રદેશમાં છિંદવાડા બેઠકની પેટાચૂંટણી માટે મતદાનની શરૂઆત કરાઇ
  • ચોથા તબક્કામાં સવારે ૭ વાગે મતદાન શરૂ થયા બાદ સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે
  • ગિરીરાજસિંહ, કનૈયાકુમાર, ગજેન્દ્રસિંહ શેખાવત, મુનમુન સેન, બાબુલ સુપ્રિયોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા
  • હજુ સુધી ત્રણ તબક્કામાં મતદાન પરિપૂર્ણ કરવામાં આવી ચુક્યું છે જેમાં ૩૦૨ સીટ પર ચૂંટણી થઇ ચુકી છે
  • આજે મતદાન શરૂ થયા બાદ હવે ૩૭૩ સીટ પર મતદાન માટેની પ્રક્રિયા પરિપૂર્ણ
  • ચૂંટણી પંચ દ્વારા તમામ જગ્યાઓએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે
  • તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.
  • તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે
  • આ વખતે સામાન્ય ચૂંટણીમાં કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
  • ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે.
  • ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે.
  • ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી
  • શરૂઆતી ગાળામાં બંગાળના જેમુઆના પોલિંગ બુથ નંબર ૨૨૨ અને ૨૨૬ ઉપર કેન્દ્રિય સુરક્ષા દળો તૈનાત ન કરાતા મતદાનનો ગ્રામીણ લોકો દ્વારા બહિષ્કાર કરાયો
Share This Article