અમેરિકામાં કોલેજ સ્તરમાં અભ્યાસ કરવાની બાબત ખુબ ખર્ચાળ બની ચુકી છે. જેથી દેશમાં ખાનગી લોન આપવા સાથે સંબંધિત કારોબાર ટોપ પર છે. ઓનલાઇન સર્વે એજન્સી લેન્ડ યુઝ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકામાં ખાનગી વિદ્યાર્થીઓ લોન બજારની રકમ ૧૦ હજાર કરોડ રૂપિયા અથવા તો ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે. અમેરિકામાં ખાનગી વિદ્યાર્થી લોન બજારનુ કદ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. આવી જ રીતે જે વિદ્યાર્થીઓના નાણાં ચુકવવાના બાકી છે તે વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૧૪ લાખથી ઉપર પહોંચી ગઇ છે. એજન્સીના કહેવા મુજબ આ વર્ષે ખાનગી લોન માટે આવેલી આશરે બે લાખ અરજીઓ પૈકી માત્ર એક તૃતિયાંશ અરજીને જ મંજુરી આપવામાં આવી છે.
આંકડા દર્શાવે છે કે ૪.૪ કરોડ કરતા વધારે અમેરિકી વિદ્યાર્થીઓ પર સાત હજાર ખર્વ કરતા વધારે શેક્ષણિક લોનની ચુકવણી બાકી રહી છે. આંકડા ખુબ જ રોચક અને ચર્ચામાં મુકે તેવા છે. કારણ કે અમેરિકામાં વિદ્યાર્થીઓ પર ૨૫.૬૦ લાખની સરેરાશ વિદ્યાર્થી લોન રહેલી છે. આંકડા એમ પણ દર્શાવે છે કે ૬૦ વર્ષ કરતા ઓછી વયના ૨૬ ટકા યુવા અમેરિકી વ્યસ્ક ખાનગી લોન આપનારના દેવાદાર તરીકે છે. અમેરિકામાં સ્વતંત્ર રીતે વિદ્યાર્થીઓ સ્તાતક કક્ષા સુધી પહોંચી શક્યા નથી. ખુબ ઓછા જ વિદ્યાર્થીઓ એવા છે જે આ સફળતા હાંસલ કરી રહ્યા છે. સર્વે અને અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ૭૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અમેરિકી વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ લોન લઇને સ્નાતક થયા છે. દરેક ચાર વિદ્યાર્થીઓ પૈકી એક અમેરિકી વિદ્યાર્થી આજે સ્ટુડન્ટ લોનની ચુકવણી કરવામાં લાગેલા છે. અમેરિકામાં વિદ્યાર્થી લોન દેવાદારોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. આ સંખ્યા પ્રાથમિક અંદાજ મુજબ ૧૪ લાખ સુધી પહોંચી ગઇ છે. સંખ્યા ઝડપથી વધી રહી છે.
અમેરિકામાં ૭૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓ દેવામાં ડુબેલા છે. અમેરિકાના શિક્ષણને પણ સુધારાની જરૂર દેખાઇ રહી છે. અમેરિકામાં અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા આજે દુનિયામાં સૌથી વધારે છે. અમેરિકામાં અભ્યાસને વિદ્યાર્થીઓ સર્વોચ્ચ પ્રાથમિકતા વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપે છે. જો કે આંકડા સાબિત કરે છે કે આ બાબત ચિંતાજનક છે. અમેરિકામાં શિક્ષણ અને ખાસ કરીને કોલેજ સ્તરમાં અભ્યાસમાં ખર્તનો આંકડો રેકોર્ડ સપાટી પર પહોંચી ચુક્યો છે. ડેટા સ્ટોરી ભારે રોચક રહેલી છે. અમેરિકામાં જુદા જુદા માપદંડ શિક્ષણના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવ્યા છે. શિક્ષણના ઉંચા સ્ચરના કારણે અમેરિકામા અભ્યાસ કરવાને લઇને તમામમાં ક્રેઝ રહે છે. હજારોની સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી લેવા માટે ઉત્સુક રહે છે. અમેરિકાની જગ્યાએ હવે દુનિયાના અન્ય દેશોમાં પણ લોકો અભ્યાસ માટે જવા લાગી ગયા છે. અમેરિકામાં શિક્ષણ વધારે ખર્ચાળ છે ત્યારે ત્યાંના સ્થાનિક વિદ્યાર્થીઓ પણ શિક્ષણના ચિત્રને ધ્યાનમાં લઇને હવે અન્ય દેશોમાં શિક્ષણ મેળવી લેવા માટે પહોંચી રહ્યા છે. જેમાં ભારત પણ સામેલ છે.
ફ્રાન્સ, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પણ શિક્ષણ મેળવી લેવા માટે મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યા છે. ઓન લાઇન સર્વેના તારણ આવ્યા બાદ સ્થાનિક અમેરિકી લોકો શિક્ષણને લઇને દેવામાં ડુબી જવા માટે તૈયાર નથી. અન્ય દેશોમાં આગળ જઇને અભ્યાસ કરી શકે છે. કારણ કે અમેરિકામાં શિક્ષણને લગતી અન્ય બાબતો પણ ખર્ચાળ બની રહી છે. અમેરિકામાં જે રીતે વિદ્યાર્થીઓ દેવામાં ડુબી રહ્યા છે તે જોતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તો પોતાના ખર્ચને ઉપાડી લેવા માટે કોઇ પણ પ્રકારની નોકરી પણ કરી રહ્યા છે. ગેરકાયદે રસ્તે પણ કેટલાક વિદ્યાર્થીઓ વળી ગયા છે. જા કે તંત્રને ખાનગી લોન માટેના દુષણને રોકી દેવા માટેની દિશામાં પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે.