નવી દિલ્હી : દેશના ખેડુતો પૈકી મોટા ભાગના ખેડુતો હજુ પણ લઘુત્તમ સમર્થન મુલ્ય શુ છે તે જાણતા નથી. જેના કારણે આ પ્રકારના ખેડુતો હજુ પણ જંગી નુકસાન ઉઠાવી રહ્યા છે. તેમને તમામ સરકારી યોજના અને સાથે સાથે તેમને કઇ રીતે લાભ થઇ શકે છે તે બાબતના સંબંધમાં સ્થાનિક સ્તર પર માહિતીગાર કરનાર વ્યક્તિ રહે તે જરૂરી છે. હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમા દાવો કરવામાં આવ્યો છે કે ૭૦ ટકા ખેડુતો એમએસપી શુ છે તે બાબત જાણતા નથી. માત્ર ૩૦ ટકા ખેડુતોને જ સરકારના લઘુત્તમ સમર્થન મુલ્યના લાભ મળી શકે છે. રાજ્યના ખેડુતો લઘુત્તમ સમર્થન મુલ્યના ચક્કરમાં ફસાવીને ચક્કર ખાતા રહે છે. સરકાર દર વખતે એમએસપી વધારીને ખેડુતોને સપના બતાવે છે.
પરંતુ ૩૦ ટકા કરતા વધારે ખરીદી ક્યારેય કરી શકતી નથી. આવી સ્થિતીમાં ૭૦ ટકા ખેડુતોને આ મુલ્યના ખુબ ઓછા ભાવ પર બજારમાં તેની પેદાશ વેચી મારીને નુકસાન ઉઠાવવાની ફરજ પડે છે. હજુ પણ ખેડુતોની સાથે આવુ જ થઇ રહ્યુ છે. સરકારે રવિ પાકના સમર્થન મુલ્યમાં હાલમાં જ જંગી વધારો કર્યો હતો. જો કે સ્થિતી એ છે કે ખેડુતોએ હાલમાં જ તેમના ખરીફ પાકને ખુબ ઓછી કિમતે વેચી મારી છે. સર્વેના તારણ ચોંકાવનારા છે. સરકારે તો રવિ પાક માટે લઘુત્તમ સમર્થન મુલ્યમાં ભારે વધારો કરી દીધો છે. ખેડુતોને આ લાલચ સરકાર દરેક સિઝનમાં આપે છે. પરંતુ જ્યારે સરકારી ખરીદીની વાત આવે છે ત્યારે માત્ર ૩૦ ટકા ખરીદી જ એમએસપીના આધાર પર કરવામાં આવે છે. સરકારની પાસે ઉત્પાદનના સંબંધમાં જથ્થાને રાખવા માટે કોઇ વ્યવસ્થા નથી. સાથે સાથે સરકારી ખરીદી માટે કોઇ નક્કર વ્યવસ્થા પણ નથી. સ્થિતી એ છે કે ખેડુતોને એમએસપી કરતા ૨૦થી ૩૦ ટકા ઓછી કિંમતે તેમની પેદાશો વેચી મારવાની ફરજ પડે છે.
સરકારના નિર્ણયના કારણે લોકોને ફાયદો થઇ શકે છે. મંડી કારોબારીઓનુ કહેવુ છે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા ભાવમાં કોઇ ખરીદી કરનાર વ્યક્તિ નથી અને કારણ કે પહેલાથી જ સ્ટોક રહેલો છે. આવી સ્થિતીમાં નવી આવક આવતાની સાથે જ કિંમતોમાં ૧૦ ટકા સુધીનો વધુ ઘટાડો થઇ શકે છે. આ સમયમાં રાજ્યની મંડીમાં કેટલીક બાબતોને લઇને ચર્ચા જાવા મળી રહી છે. સરકારે મગફળીને લઇને એમએસપીમાં તો વધારો કરી દીધો છે પરંતુ વર્તમાન ખરીફ સિઝનમાં જ અહીં હજારો ટન મગફળીનો સ્ટોક પડેલો હતો. આવી સ્થિતીમાં ભાવોમાં વધારે નરમીના સંકેત દેખાઇ રહ્યા છે. આવી જ સ્થિતી દાળની પણ રહેલી છે. ત્રણ મહિના પહેલા કૃષિ નિષ્ણાંત સ્વામીનાથને ખરીફ પાકના એમએસપી વધારી દોઢ ગણી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે કહ્યુ હતુ કે આ વધારો ઓછો છે. તેમણે કહ્યુ સરકારે ખરીદી અને ભંડારણ માટે પુરતી વ્યવસ્થા કરવી જાઇએ.