ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦૧૭ની બેચના ૭ તાલીમી આઇ.એ.એસ. અધિકારીઓએ મુખ્યમંત્રીની મુલાકાતે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ર૦૧૭ની બેચમાં ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૭ આઇ.એ.એસ. પ્રોબેશનરી ઓફિસરોએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી.

વિજયભાઇ રૂપાણીએ આ તાલીમી સનદી અધિકારીઓ સાથે રાજ્ય વહીવટમાં સુશાસન-પારદર્શીતા અને સંવેદનશીલતા વિષયક બાબતોનો પરામર્શ કર્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ તાલીમી સનદી અધિકારીઓને તેમના સેવાકાળ દરમ્યાન વંચિતો-ગરીબો,  છેવાડાના માનવીના ઉત્થાનનું ધ્યેય હૈયે રાખવા અનુરોધ પણ આ વાતચીત દરમ્યાન કર્યો હતો.

આ સાત તાલીમી આઇ.એ.એસ. અધિકારીઓની સેવાઓ વડોદરા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, ભરુચ અને બનાસકાંઠા જિલ્લામાં ફાળવવામાં આવી છે.

Share This Article