વડોદરાની ૭ ગુજરાતી શાળાઓને તાળા વાગી શકે છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શહેરની ૭ ગુજરાતી શાળાને તાળા વાગી શકે છે. પૂરતા વિદ્યાર્થીઓ મળતા ન હોવાના કારણે શાળા સંચાલકોએ ડી.ઈ.ઓ કચેરીને દરખાસ્ત કરી છે. 

ડીઇઓ કચેરી ખાતે આ મામલે હિયરિંગ કરી દેવાયું છે.  ટૂંક સમયમાં શાળાઓ બંધ કરવાનો ર્નિણય લેવાઈ શકે છે.અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મા-બાપની ઘેલછાને કારણે આ સાત શાળાઓને તાળા લાગી શકે છે.

સાત શાળાના વિદ્યાર્થીઓને નજીકની શાળામાં પ્રવેશ આપી શકે છે. કઇ ગુજરાતી  શાળાઓ બંધ થઈ શકે,

૧. જીવન ભારતી સ્કૂલ, કારેલીબાગ,

૨. શ્રી વસંત વિદ્યાલય,  રાવપુરા ,

૩. ઓમ વિદ્યાલય, ગોરવા,

૪.  ન્યુ જીવન ચેતના, છાણી , 

૫. ગૌતમ પ્રાથમિક શાળા,  દિવાળીપુરા 

૬. સૌરભ વિદ્યાલય, ઓ.પી રોડ,

૭.  આત્મન વિદ્યાલય, ઓ.પી રોડ

Share This Article