T‌૨૦માં ૭ બોલરોએ વિકેટ લઈને બનાવ્યા છે રેકોર્ડસ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ટી૨૦ ફોર્મેટમાં ૧૦૦થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ માત્ર કેટલાક ખેલાડીઓ પાસે છે. આમાં પહેલું નામ બાંગ્લાદેશી સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું આવે છે. આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં તેની ટીમ માટે કુલ ૧૧૭* T‌૨૦ મેચ રમી અને આ દરમિયાન તેને ૧૧૫ ઇનિંગ્સમાં ૨૦.૪૯ની એવરેજથી ૧૪૦ સફળતા મળી હતી.. બીજા સ્થાને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીનું નામ આવે છે. સાઉદીએ ૨૦૦૮થી કિવી ટીમ માટે ૧૦૭ મેચ રમી છે, જેમાં તેણે ૧૦૫ ઇનિંગ્સમાં ૨૩.૭૨ની એવરેજથી ૧૩૪ વિકેટ ઝડપી છે.  ત્રીજા સ્થાને અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ??રાશિદ ખાનનું નામ આવે છે. રાશિદે પોતાની ટીમ માટે ૮૨* T‌૨૦ મેચ રમીને ૮૧ ઇનિંગ્સમાં ૧૪.૬૬ની એવરેજથી ૧૩૦ સફળતા હાંસલ કરી છે. કિવી સ્પિનર ??ઈશ સોઢી ચોથા સ્થાન પર છે. સોઢીએ ન્યૂઝીલેન્ડ માટે ૯૮ ટી૨૦ મેચ રમી છે, જેમાં તેણે ૯૫ ઇનિંગ્સમાં ૨૨.૮૮ની એવરેજથી ૧૧૮ વિકેટ લીધી છે. કિવી સ્પિનર ??ઈશ સોઢી ચોથા સ્થાન પર છે. સોઢીએ ન્યૂઝીલેન્ડ માટે ૯૮ ટી૨૦ મેચ રમી છે, જેમાં તેણે ૯૫ ઇનિંગ્સમાં ૨૨.૮૮ની એવરેજથી ૧૧૮ વિકેટ લીધી છે.

પાકિસ્તાનનો સ્ટાર સ્પિનર ??શાદાબ ખાન છઠ્ઠા સ્થાને છે. શાદાબે ૨૦૧૭થી પાકિસ્તાન માટે ૯૨ T‌૨૦ મેચ રમી છે. આ દરમિયાન તેને ૮૮ ઇનિંગ્સમાં ૨૨.૧૨ની એવરેજથી ૧૦૪ સફળતા મળી છે. બાંગ્લાદેશનો વર્તમાન ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાન T‌૨૦માં ૧૦૦થી વધુ વિકેટ લેનારો વિશ્વનો સાતમો બોલર છે. ૨૦૧૫ થી સમાચાર લખાય છે ત્યાં સુધી રહેમાન ૮૫* T‌૨૦ મેચ રમી ચુક્યો છે. આ દરમિયાન તેને ૮૪ ઇનિંગ્સમાં ૨૨.૪૬ની એવરેજથી ૧૦૨ સફળતા મળી છે.

Share This Article