અમદાવાદ: અમદાવાદમાં દિગંબર સમાજ દ્વારા ક્યારેય ના થઈ હોય તેવી રીતે પારણાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત ગૌરવ, યુવા તપસ્વી સમ્રાટ, ગુજરાત રત્ન કેસરી અંતર્મના મુનિશ્રી પ્રસન્નસાગરજી મહારાજ સાહેબ દ્વારા ચાતુર્માસ દકમ્યાન ૬૪ નિર્જળા ઉપવાસ કરી આજ રોજ પારણા કર્યા હતા.
તેમજ નિર્જળા ઉપવાસની સાથે મહારાજ સાહેબે મૌનવ્રત પણ ધારણ કરેલ છે જે આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. અંતર્મના મુનિશ્રી પ્રસન્નસાગરજી મહારાજ સાહેબે તેમના દિક્ષાકાળ દરમ્યાન ૨૦૧૭માં પદમપુરા ખાતે ૧૮૬ દિવસના સિંહનિષ્ક્રીડત વ્રતની આરાધના કરી હતી તે દરમ્યાન તેમણે ૧૫૩ દિવસના નિર્જળા ઉપવાસ કર્યા હતા અને ૧૮૬ દિવસના મૌનવ્રત રાખેલ હતું.
ભગવાન મહાવીર સ્વામી આ પ્રકારની આરાધના કરી હતી ત્યારબાદ મહારાજ સાહેબ દ્વારા આ પ્રકારના તપની આરાધના સફળ થઈ હતી.