ગુજરાત બોર્ડ ૧૦નું ૬૪.૬૨ રિઝલ્ટ ૨૫ મે ૨૦૨૩ના રોજ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે. ગુજરાતમાં ધોરણ ૧૦ના જાહેર થયેલા પરિણામમાં માધ્યમ મુજબ સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે જેમાં સૌથી વધારે પરિણામ સિંધી માધ્યમનું ૧૦૦ ટકા આવેલ છે. જેમાં પાંચ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી અને પાંચેય પરીક્ષાર્થીઓ પાસ થયા છે. જ્યારે માધ્યમ મુજબ સૌથી ઓછું પરિણામ ગુજરાતીમાં ૬૨.૧૧ ટકા આવ્યું છે. જેમાં ૬૨૫૨૮૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૩,૮૮,૩૭૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. જ્યારે તેની બાદ હિન્દી માધ્યમમાં ૬૪. ૬૬ ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જેમાં ૧૬૩૦૦ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૦૫૩૯ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે મરાઠી માધ્યમનું પરિણામ ૭૦. ૯૫ ટકા આવ્યું છે. જયારે ઇંગ્લિશ માધ્યમનું પરિણામ ૮૧. ૯૦ ટકા આવ્યું છે . જેમાં ૮૯૦૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૭૨૮૬૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. જ્યારે ઉર્દૂ માધ્યમનું પરિણામ ૬૯. ૧૦ ટકા આવ્યું છે. તેમજ ઓરિયા માધ્યમનું પરિણામ ૯૦.૭૭ ટકા આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાતમાં ધોરણ ૧૦ના જાહેર થયેલા પરિણામમાં વિષયવાર સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે અંગ્રેજી વિષયનું પરિણામ સૌથી વધુ ૯૫.૦૬ ટકા આવ્યું છે જ્યારે વિજ્ઞાન વિષયનું પરિણામ સૌથી ઓછી ૬૭.૭૨ ટકા આવ્યું છે. આ ઉપરાંત વિષયવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો ગુજરાતી ૮૪.૬૦ ટકા , હિન્દી ૮૯.૭૮ ટકા, અંગ્રેજી ૯૫.૦૬ ટકા, સામાજિક વિજ્ઞાન ૮૬.૭૭ ટકા, વિજ્ઞાન ૬૭.૭૨ ટકા ગણિત ૯૪.૯૯ ટકા, ગુજરાતી SL ૮૯.૭૩ ટકા, હિન્દી SL ૮૭.૩૪ ટકા ,અંગ્રેજી SL ૮૫.૨૧ ટકા, સંસ્કૃત SL ૯૦.૮૯ ટકા ,મૂળભૂત ગણિત ૭૦.૪૯ ટકા પરિણામ નોંધાયું છે. ગુજરાત બોર્ડ ૧૦નું ૬૪.૬૨ રિઝલ્ટ આજે ૨૫ મે ૨૦૨૩ના રોજ જાહેર કરવામાં આવ્યું છે . ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે.
ગુજરાત બોર્ડે ૧૨મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે.જેમાં A- ગ્રેડમાં ૬૧૧૧, B – ગ્રેડમાં ૪૪૪૮૦, B -૧ ગ્રેડમાં ૮૬૬૧૧, B -૨ ૧,૨૭,૬૫૨, C-૧, ૧,૩૯,૨૪૮ , C-૨, ૬૭૬૭૩, D – ૩૪૧૨, E-૧,૦૬ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે.આ પરીક્ષામાં કુલ ૭૪૧૪૧૧ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૭૩૪૮૯૮ પરીક્ષાર્થીનો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૪૭૪૮૯૩ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીનીનું પરિણામ ૬૪.૬૨ ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે ૧૬૫૬૯૦ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.તે પૈકી ૧૫૮૬૨૩ પરીયાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૭૪૪૬ પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ ૧૭.૩૦ ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંપાયેલ કુલ ૧૬૭૪૫ પરીક્ષાર્થીઓ પૈકી ૧૪૬૩૫ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૧૯૧૫ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ ૧૩.૦૯ ટકા આવેલ છે.જેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર ૯૫.૯૨ ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર ૧૧.૯૪ ટકા મેળવી સૌથી છેલ્લે રહેલ છે.ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સવારે ૮ વાગ્યે પરિણામ જાહેર થયુ છે. ધોરણ ૧૦નું પરિણામ ૬૪.૬૨ ટકા જાહેર થયુ છે. ગુજરાતના ૩૩ જિલ્લા પૈકી સૌથી વધુ સુરત જિલ્લામાં ૭૬.૪૫ ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે સૌથી ઓછુ ૪૦.૭૫ ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ છે.