ચાર વર્ષમાં ૬૦ વર્ષ જેટલી સફાઇ થઇ : મોદીનો દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સ્વચ્છતા હી સેવા અભિયાનના કાર્યક્રમને સંબોધન કરતા દાવો કર્યો હતો કે ચાર વર્ષના ગાળામાં જેટલી સફાઇ થઇ છે તેટલી સફાઇ ૬૦ વર્ષમાં કરવામાં આવી હતી. મોદીએ આ ગાળા દરમિયાન અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન તાતા સાથે પણ વાત કરી હતી. મોદએ કહ્યુ હતુ કે અમે ચાર વર્ષમાં જે લક્ષ્ય હાંસલ કરી ચુક્યા છીએ  જે અગાઉ ૬૦ વર્ષમાં હાંસલ કરવામાં આવ્યા હતા. મોદીએ આ ગાળા દરમિયાન સામાન્ય લોકોની સાથે અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન તાતા સાથે વાતચીત કરી હતી. વિડિયો કોન્ફેરેન્સિંગ મારફતે મોદીએ વાત કરી હતી.

મોદીએ આધ્યાÂત્મક ગુરૂ જગ્ગી વાસુદેવ સાથે પણ વાત કરી હતી. અમિતાભ બચ્ચને મોદીને આ અભિયાન માટે ક્રેડિટ આપતા કહ્યુ હતુ કે જા તેમના ચહેરા અને બુદ્ધિથી સરકાર પ્રચાર કરી રહી છે તો એટલુ પુરતુ નથી. આના માટે અંગત રીતે પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. અમિતાભ બચ્ચને કહ્યુ હતુ કે અમે પોતાના સ્તર પર કામ કરી રહ્યા છીએ.અમિતાભ બચ્ચને કહ્યુ હતુ કે તેઓએ મુંબઇના વર્સોવા બીચ પર કેટલાક કામ કરવાના પ્રયાસ કર્યા છે. આ એક વ્યક્તિન ભાવના  હતી.

જ્યારે સ્વચ્છતા માટે આગળ આવ્યા ત્યારે અન્યો પણ આગળ આવ્યા હતા. તેમને લોકોએ કહ્યુ હતુ કે અહીં સફાઇ માટે જમીન ખોદનાર મશીન નથી. લોકોની રજૂઆત બાદ અમિતાભે મશીન ખરીદી કરીને આપી હતી. લોકોએ એમ કહ્યુ હતુ કે ટ્રેકટરની પણ સાફ  સફાઇ માટે જરૂર છે. રતન તાતાએ કહ્યુ હતુ કે અમે આગળ પણ સ્વચ્છ ભારત મિશનની સાથે જોડાયેલા રહીશુ. ટેકનિક મારફતે પણ જોડવાના પ્રયાસ કરીશુ. મોદીએ સ્વચ્છતા મિશન બદલ તાતા ગ્રુપન પ્રશંસા કરી હત. મોદીએ આસામના ડિબ્રુગઢ અને ગુજરાતના મહેસાણામાં સક્રિય સ્વચ્છતા કર્મચારીઓ સાથે સીધી રીતે વાત કરી હત. મોદીએ કહ્યુ હતુ કે સ્વચ્છતાના કારણે ત્રણ લાખ લોકોની જિન્દગીને બચાવી શકાશે. શૌચાલયની પણ વાત કરી હતી.

Share This Article